Rain News : છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ મેંદરડામાં 13.31 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

મેંદરડામાં 13.31 ઈંચ વરસાદ વરસ્યો
ભારે વરસાદથી જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ મેંદરડામાં 13.31 ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.39 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરમાં 10.24 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ નવસારીના ગણદેવીમાં 9.21 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કપરડા, માણાવદર, ચીખલીમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 67 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેંદરડામાં 13.31 ઈંચ વરસાદ ખાબક્તા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. જ્યારે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એટલું જ નહીં ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો