સુરત ઈકો સેલએ રાજ્યના અનેક શહેરોમાં પાડેલા દરોડામાં 200 કરોડનું GST કરચોરીનું કૌભાંડ ઝડપ્યુ

Surat: સુરત ઈકો સેલએ સુરત સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા કર્યા હતા. જેમા અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને મોરબી સહિતના શહેરોમાં GSTની કરચોરી થતી હોવાની વિગતો તપાસમાં ખૂલી છે. ડમી કંપની બનાવી કરચોરી કરાતી હોવાની તપાસમાં ખૂલ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 11:03 PM

સુરત ઈકો સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી. સુરત ઈકોસેલનાના ACPને મળેલી માહિતીને આધારે સુરતમાં એક કંપનીમાં રેડ કરવામાં આવી હતી. જેમા વિગતો ખૂલી હતી કે સુરત સહિત અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર રાજકોટ અને મોરબી સહિતના શહેરોમાં GSTની કરચોરી કરવામાં આવતી હતી. બોગસ એકાઉન્ટ ઉભા કરી બોગસ બિલ જનરેટ કરી ટેક્સ ચોરી કરતા હોવાની માહિતી સામે આવી હતી. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઈકો સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી. જેમાં રાજ્યમાં અલગ અલગ શહેરોમાંથી GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ ઝડપાયુ છે. અલગ અલગ શહેરોમાં ઠગબાજ ટોળકીએ 21 જેટલી ડમી કંપનીઓ ઉભી કરી હોવાની વિગતો તપાસમાં ખૂલી છે. ઈકો સેલએ સુરત, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં દરોડા કર્યા હતા. મોરબી અને જૂનાગઢમાં પણ ઈકો સેલ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા.

ઈકો સેલ દ્વારા અલગ અલગ 12 ટીમો બનાવી એકી સાથે ગુજરાતના 4થી5 શહેરોમાં દરોડા કરવામાં આવ્યા હતા. જેમા 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. અલગ અલગ ફર્મના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના ખૂલ્યુ છે. આ બાબતે ઈકો સેલ પોલીસે આરોપીઓને સુરત લાવી કોર્ટમાં રજૂ કરશે. GSTના અલગ અલગ બિલિંગમાં અલગ અલગ એન્ટ્રીના નામે લોકોને કમિશનના આધારે નાના-મોટા વેપારીઓને બિલ આપતા હતા અને આખુ રેકેટ ચલાવતા હતા. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે આંકડો સામે આવ્યો છે તે આરોપીઓની સઘન પૂછપરછ બાદ આ આંકડો હજુ વધુ મોટો થવાની શક્યતા છે.

ઈનપુટ ક્રેડિટ- બળદેવ સુથાર- સુરત 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">