રાજકોટ વીડિયો : અધિકારીઓએ તાંત્રિકનો વેશ ધારણ કરી આંધળી ચાકણનું વેચાણ કરનાર શખ્સોને ઝડપ્યા

રાજકોટ વીડિયો : અધિકારીઓએ તાંત્રિકનો વેશ ધારણ કરી આંધળી ચાકણનું વેચાણ કરનાર શખ્સોને ઝડપ્યા

| Edited By: | Updated on: Jan 04, 2024 | 3:12 PM

રાજકોટમાં દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ થયો છે. અધિકારીઓએ તાંત્રિક વેશ ધારણ કરીને ઓપરેશન પાર પાડ્યું છે. 1.20 લાખમાં આંધળી ચાકણમાં સાપ વેચતા બે શખ્સોને ઝડપાયા છે.

રાજકોટમાં દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ થયો છે. અધિકારીઓએ તાંત્રિક વેશ ધારણ કરીને ઓપરેશન પાર પાડ્યું છે. 1.20 લાખમાં આંધળી ચાકણમાં સાપ વેચતા બે શખ્સોને ઝડપાયા છે. મુંબઈ WCCB ના અધિકારીઓની ટીમે રાજકોટ આવીને બે શખ્સોને ઝડપ્યા હોવાનું સામે આવે છે.

તો વન્ય પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓએ ઓપરેશન પાર પાડ્યુ છે. સાપના રેસક્યુમાં મદદ કરનાર હિતેશ મકવાણા અને મનીષ પટેલે મદદ કરી હોવાનું સામે આવ્યુ છે. તો બે મોઢાળી આંધળી ચાકણથી ધન વધે તેવી અંધશ્રદ્ધા છે. જેના પગલે આંધળી ચાકણને લાખો રુપિયામાં આરોપી વેચતા હોવાનું સામે આવ્યું હતુ.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો