E-FIR એપમાં રાજ્યભરમાંથી 156 અરજી કરવામાં આવી, મોટાભાગની અરજીઓ રજિસ્ટર થઈ હોવાની ગૃહરાજ્ય પ્રધાને માહિતી આપી

રાજ્ય સરકારના ગૃહ વિભાગના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ E-FIRનું લોન્ચિંગ હજુ શનિવારે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે થયુ હતુ. E-FIRના લોન્ચિંગના 48 કલાક બાદ મળતી માહિતી અનુસાર 156 જેટલી અરજીઓ આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 2:14 PM

ગુજરાત પોલીસ (Gujarat Police) ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. કેટલીક સામાન્ય બાબતો માટે પણ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે ગુજરાત પોલીસ એક અનોખી પહેલ કરી છે. પોલીસે એક એપ તૈયાર કરી છે જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની સમસ્યા પોલીસને વર્ણવી શકે. પ્રાથમિક તબક્કે વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ આ એપ દ્વારા સ્વીકારવામાં આવે છે. 23 જુલાઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ના હસ્તે આ એપનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 156 અરજી આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આ અંગેની જાણકારી આપી હતી.

કુલ 156 જેટલી અરજીઓ આવી

રાજ્ય સરકારના ગૃહ વિભાગના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ E-FIRનું લોન્ચિંગ હજુ શનિવારે જ કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે થયુ હતુ. E-FIRના લોન્ચિંગના 48 કલાક બાદ મળતી માહિતી અનુસાર 156 જેટલી અરજીઓ આવી છે. તેમાંથી મોટાભાગની અરજીઓ રજીસ્ટર પણ થઇ ચુકી છે. આખા રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સૌથી વધારે ગાંધીનગર શહેરમાંથી 56 અરજી આવી છે. મહેસાણામાંથી 27, તો અમદાવાદમાંથી 24 અરજી આવી છે. વડોદરામાંથી 4, ડાંગથી 2, દાહોદથી 2 અરજી આવી છે.

મહત્વનું છે કે રાજ્યના કોઈ પણ નાગરિકે એપ પર કરેલી ફરિયાદની વિગતો ચેક કરીને PSO 48 કલાકમાં જાણ કરશે. આ ઉપરાંત 21 દિવસે ચાર્જશીટની નકલ પણ ઑનલાઈન જ ફરિયાદીને મળી રહેશે. આ E-FIR એપથી પોલીસ કર્મચારીઓનો 15 ટકા જેટલો સમય બચશે અને પોલીસ જવાનો અન્ય ગુના ઉકેલવામાં ધ્યાન આપી શકશે. ગુજરાતના લોકો એપ ડાઉનલોડ કરે તે માટે 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી કોલેજમાં ખાસ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં ગૃહ પ્રધાન, ડીજીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ભાગ લેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">