મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા, સૌથી વધુ રજિસ્ટ્રેશન રાજકોટમાં થયું

કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે. ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 12:51 PM

અત્યાર સુધીમાં મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે.

આ શહેરમાં આટલું રજિસ્ટ્રેશન થયું

રાજકોટમાં 26998,સાબરકાંઠામાં 6465, જૂનાગઢમાં 10935, અરવલ્લીમાં 5275, સુરેન્દ્રનગરમાં 4067, મોરબીમાં 4150, પોરબંદરમાં 2571, ગાંધીનગરમાં 672, જામનગરમાં 8079, દેવભૂમિ દ્વારકામાં 9645, બનાસકાંઠામાં 1275,
બોટાદમાં 61, ભાવનગરમાં 343, મહેસાણામાં 169, ખેડામાં 58, કચ્છમાં 125, મહીસાગરમાં 37, પાટણમાં 1,  દાહોદમાં 2, અમદાવાદમાં 1 અને આણંદમાં 1 રજિસ્ટ્રેશન થયું છે.

કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે. ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે.

આ માટે ૧ ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ ખેડૂતો નિઃશુલ્ક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવશે.જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે એપીએમસી ઉપરાંત ગ્રામ સેવક અથવા તાલુકા વિસ્તરણ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે.

 

આ પણ વાંચો : દુબઇ એક્સપો-2020માં સીએમ ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થશે, ધોલેરા SIR અંગે સંબોધન કરશે

આ પણ વાંચો : Gold Price Today : રેકોર્ડ સ્તરથી 9500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું! જાણો આજના દેશ વિદેશના લેટેસ્ટ રેટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">