Devbhoomi Dwarka: કલ્યાણપુર ગામે એક યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર ગામે એક યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટના કબીરનગર વિસ્તારની છે. જ્યાં વસરામ દેવા મકવાણા નામનો યુક તળાવમાં ડૂબી જતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 25, 2022 | 7:54 AM

Devbhoomi Dwarka: દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર ગામે એક યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટના કબીરનગર વિસ્તારની છે. જ્યાં વસરામ દેવા મકવાણા નામનો યુક તળાવમાં ડૂબી જતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે યુવકનો મૃતદેહ મળી આવતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે.

બદલાયેલા હવામાનને પગલે ફેરીબોટ બંધ

બેટ દ્વારકાના (Bet Dwarka) દરિયામાં બદલાયેલા વાતાવરણને પગલે ફેરી બોટ બંધ કરવામાં આવી છે. તેના લીધે આવેલા દ્વારકા આવેલા સહેલાણીઓ બેટ દ્વારકા દર્શન કરવા જઈ શક્યા નહોતા. વરસાદી વાતાવરણ અને બદલાયેલા વાતાવણને પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેને પગલે ગુજરાત મેરિટાઈમ બોર્ડે નિર્ણય લીધો હતો કે ફેરી બોટ (Feri boat Service) સર્વિસ બંધ કરવામાં આવશે. આ નિર્ણય યાત્રિકોની સલામતી અંતર્ગત લેવામાં આવ્યો હતો. દરમિયાન બદલાયેલા વાતાવરણને પગલે ઓખા પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો હતો અને મોજાં પણ ઉછળ્યા હતા. જ્યારે સ્થિતિ સામાન્ય થતા ફેરીબોટ સર્વિસ યથાવત્ કરવામાં આવશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati