GUJARAT : ચૂંટણી પહેલા ભગવો લહેરાયો, જિ.પં.ની 2 અને તા.પં.ની 17 બેઠકો પર ભાજપ બિનહરીફ

GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ પહેલા ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા અને તા.પંચાયતની 19 બેઠકો બિનહરીફ કરવામાં ભાજપને સફળતા મળી.

| Updated on: Feb 13, 2021 | 7:46 PM

GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ પહેલા ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા અને તા.પંચાયતની 19 બેઠકો બિનહરીફ કરવામાં ભાજપને સફળતા મળી.જિ.પંચાયતની 2 અને તા.પંચાયતની 17 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઇ. જૂનાગઢની બિલખા અને સુરેન્દ્રનગર જિ.પંચાયતની કોંઢ બેઠક બિનહરીફ જાહેર થઇ. સુરતના ઓલપાડ અને ચોર્યાસી તા.પંચાયતની એક-એક બેઠક બિનહરીફ. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તા.પંચાયતની બે બેઠકો બિનહરીફ. જૂનાગઢ તાલુકા પંચાયતની બીલખા બેઠક પણ બિનહરીફ જાહેર. ભાવનગરના ઉમરાળા તા.પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર. સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકા પંચાયતની 9 બેઠકો બિનહરીફ. લીંબડી અને વઢવાણ તા.પંચાયતની એક-એક બેઠક બિનહરીફ. ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની માલવણ અને વાવડી બેઠક બિનહરીફ. થાનગઢ તા.પંચાયતની જામવાળી, ખાખરાથળ, નળખંભા, સોનગઢ, મોરથળા બેઠક બિનહરીફ. જયારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ જાહેર થઇ.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">