Gujarat : વિધાનસભામાં ખાદ્યતેલના વધતા ભાવનો મુદ્દો ગુંજ્યો, વિપક્ષે કરી ભાવ ઘટાડાની માંગ

ગુજ્રરાતમાં વિધાનસભામાં ખાદ્યતેલના વધતા ભાવનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે. જેમાં ભાવ વધારા મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો અને સરકાર ભાવ ઘટાડવા પગલાં લે તેવી માંગ કરી. તો સામે પક્ષે સરકારે એવી કબૂલાત કરી છેકે છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 04, 2021 | 8:03 PM

Gujarat : ગુજ્રરાતમાં વિધાનસભામાં ખાદ્યતેલના વધતા ભાવનો મુદ્દો  ગુંજ્યો છે. જેમાં ભાવ વધારા મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો અને સરકાર ભાવ ઘટાડવા પગલાં લે તેવી માંગ કરી. તો સામે પક્ષે સરકારે એવી કબૂલાત કરી છે કે છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક જ વર્ષમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 249 રૂપિયા વધ્યો છે. જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 616 રૂપિયા વધ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળ શરૂ થયો ત્યારથી જ ખાદ્યતેલોના ભાવ ઉંચકાયેલા છે.જેના કારણે સામાન્ય પ્રજા પર મોંઘવારીનો ભારણ વધી ગયું છે..લોકો ખાદ્યતેલોના ભાવ ઘટે તેવી આશા રાખી રહ્યા છે.તો Gujarat ના નાયબ મુખ્યપ્રધાને ભાવ વધારા મુદ્દે સ્પષ્ટતા કરી કે સીંગતેલ અને કપાસીયા તેલની રાજ્ય બહાર માગ વધતા નિકાસ કરવામાં આવી. જેથી તેલમાં ભાવ વધારો નોંધાયો.જોકે નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે બીજી તરફ ખેડૂતો પણ મગફળી અને કપાસના સારા ભાવ મળ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">