ગુજરાતના 8 મહાનગરો અને 18 શહેરોમાં કરફયુમાં એક કલાકની રાહત, લગ્નમાં 100 લોકોની છૂટ

ગુજરાતની  8 મહાનગરપાલિકા અને 18 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. જ્યારે લગ્ન પ્રસંગમાં 100 લોકો અને મૃત્યુમાં 40 લોકોને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે.

  • Updated On - 8:49 pm, Thu, 24 June 21 Edited By: Chandrakant Kanoja

ગુજરાત( Gujarat) ની  8 મહાનગરપાલિકા અને 18 શહેરોને રાત્રિ કરફયુ (Curfew) માં એક કલાકની છૂટ આપવામાં આવી છે. જ્યારે લગ્ન પ્રસંગમાં 100 લોકો અને મૃત્યુમાં 40 લોકોને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે.

જેમાં રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કરફયુ(Curfew) યથાવત રહેશે. 18 શહેરોમાં રાત્રી કરફયુ(Curfew) રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે
આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે
અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ
સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે
વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઇ
GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ
પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

આટલા શહેરોમાં કરફયુ નહી

વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરા

કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય 

કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati