Gujarat Highcourt: હિરકજયંતિ પ્રસંગે ટપાલ ટિકિટનું વિમોચન, PM MODIએ કહ્યું છેવાડાનો વ્યક્તિ પણ ન્યાય મેળવવા હકદાર

Gujarat Highcourt: હિરકજયંતિ પ્રસંગે ટપાલ ટિકિટનું વિમોચન, PM MODIએ કહ્યું છેવાડાનો વ્યક્તિ પણ ન્યાય મેળવવા હકદાર

| Updated on: Feb 06, 2021 | 12:38 PM

Gujarat Highcourt ની હિરક જયંતિ પ્રસંગે આજે પોસ્ટ વિભાગ દવારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી કે જેનું વિમોચન PM MODIનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસ તેમજ મંત્રીમંડળની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે 6 દાયકાની સફરથી સફળ યાત્રા બની છે અને તેને સદાકાળ જીવંત રાખવા માટે ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ટિકિટને લઈને તેમણે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે ગુજરાત એ વિકાસ મોડેલ બની ચુક્યું છે. ગુજરાત આજે ગાંધી, સરદાર બાદ મોદીનું ગુજરાત તરીકે ઓળખાવા લાગ્યું છે. ચાર મહત્વનાં આધારસ્તંભમાં ન્યાયપાલિકાનો સમાવેશ થાય છે ત્યારે રાજ્યમાં શાંતી, સલામતી અને સુલેહ જળવાઈ રહે તે માટે હોય કે પછી કોરોના સમયકાળમાં રાજ્યને માર્ગદર્શન પુરૂ પાડવાનું હોય, ગુજરાત હાઈકોર્ટે પુરૂ પાડતી રહી છે તે આવકારદાયક હોવાનું જણાવ્યું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે હવે કોર્ટની કાર્યવાહી ફરીથી ફીઝીકલ શરૂ થઈ રહી છે તેપણ અભિનંદનને પાત્ર છે.

દેશનાં કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ગુજરાત પાવનધરા છે કે જેને ભગવાન સોમનાથના આશીર્વાદ છે તો દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનનાં અને ડુંગર પર બિરાજેલી માતા અંબાદેવીનાં પણ આશીર્વાદ છે. ગુજરાતમાં ન્યાયપ્રણાલિકા જે રીતે કામ કરી રહી છે તેને લઈને એક સદ્ભાવનાનો માહોલ બન્યો છે. કોરોનાંકાળમાં દેશમાં 66 લાખ 85 હજાર કેસની સુનાવણી કરવામાં આવી કે જેમાં ગુજરાતમાં 1 લાખ 21 હજાર કેસનો સમાવેશ થાય છે તો સબોર્ડીનેટ કેસીસ ની સંખ્યા 90572 હતી કે જેની સુનાવણી કરવામાં આવી. તેમણે ગુજરાતની ડીજીટલ વ્યવસ્થા કે જે હાઈકોર્ટમાં અમલી કરાઈ છે તેને વખાણી હતી. સાથે જ વડાપ્રધાન મોદીની બાળકીઓને સુરક્ષા આપવાની ઈચ્છા પર પ્રકાશ પાડતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગુજરાતમાં 24 પોક્સો કોર્ટ ચાલી રહી છે અને ફાસ્ટ ટ્રોક કોર્ટ પણ ચાલી રહી છે આ તમામમાં ગુજરાત હાઈકોર્ટ આગળ ચાલી રહી છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ન્યાય વ્યવસ્થા, કાયદાકીય સમજ, વિદ્વતાને લઈને ગુજરાત હાઈકોર્ટે એક ખાસ ઓળખ બનાવી છે. પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની અસ્તિત્વ યાત્રા પ્રસંગે બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટને લઈ તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે બંધારણનાં મૂલ્યોએ ન્યાયપાલિકાને એક ખાસ ઉર્જા પ્રદાન કરી છે, સચ્ચાઈ સામે ઉભા થવાની તાકાત આપી છે. ગુજરાતની ઈ સિસ્ટમને વખાણતા તેમણે કહ્યું કે એક તરફ દેશ કોરોના સામે લડી રહ્યો હતો ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી, યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમીંગ, ઓન લાઈન જજમેન્ટ અપલોડ કરવામાં આવી રહ્યા હતા કે જે અભિનંદનને પાત્ર છે. ટુંકા ગાળામાં વર્ચ્યુઅલ કોર્ટ ઉભી કરવી એ સરકારે જોયેલા સપના ડીજીટલ ઈન્ડિયાને પુરા કરવાને બળ પુરી પાડવા બરાબર છે. દેશમાં આજે 18000 કોર્ટ કોમ્પ્યુટરાઈઝ્ડ બની ગઈ છે. દેશની સુપ્રીમ કોર્ટ આખી દુનિયામાં સોથી વધારે વિડિયો કોન્ફરન્સીંગથી સુનાવણી કરનારી કોર્ટ બની ગઈ છે. ગુજરાતમાં સાંધ્ય કોર્ટ સાથે ઈ લોકઅદાલતનાં કાર્યને પણ તેમણે વખાણ્યુ હતું.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">