GUJARAT : આરોગ્ય ક્ષેત્રે નીતિ આયોગે ગુજરાતને આપ્યો પ્રથમ નંબર, નાયબ મુખ્યપ્રધાને આપી વિસ્તૃત માહિતી

GUJARAT : રાજયના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ગુજરાતની આરોગ્ય સેવા બાબતે માહિતી આપી હતી.

| Updated on: Jun 04, 2021 | 7:33 PM

GUJARAT : રાજયના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ગુજરાતની આરોગ્ય સેવા બાબતે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે ડંકો વગાડ્યો છે. નીતિ આયોગે આરોગ્ય સેવાઓમાં દેશભરમાં 86 ગુણ સાથે ગુજરાતને પહેલો નંબર આપ્યો છે. દેશમાં પ્રતિ લાખે 113નો માતા મૃત્યુ દર છે. જેની સામે ગુજરાતમાં ફક્ત 75 માતા મૃત્યુ દર નોંધાયો છે.

આ સાથે નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું કે દેશમાં 94.4 ટકા પ્રસૂતિ સરકારી હોસ્પિટલમાં થાય છે. જેની સામે ગુજરાતમાં 99.5 ટકા પ્રસૂતિ સરકારી હોસ્પિટલમાં થાય છે. દેશભરમાં 36 બાળ મૃત્યુદરની સામે ગુજરાતમાં 31 બાળકો જ મૃત્યુ પામે છે. જો આરોગ્ય ક્ષેત્રે તબીબ, નર્સિંગ સ્ટાફની વાત કરીએ તો ગુજરાતમાં પ્રતિ 10 હજાર લોકો દીઠ 41 આરોગ્ય કર્મચારીઓનું સંખ્યાબળ છે.

સાથે જ નીતિન પટેલે જણાવ્યું કે 9થી 11 માસના બાળકોના રસીકરણમાં દેશમાં 91ની સામે ગુજરાતમાં 87 બાળકોને રસી અપાય છે. ટીબી મુક્ત ભારતના લક્ષ્યાંકમાં વસ્તીના ધોરણ પ્રમાણે પ્રતિ લાખે 177 લોકોને ટીબી મુક્ત કરવાના લક્ષ્ય સામે ગુજરાતમાં 232 લોકો ટીબી મુક્ત થાય છે. દેશમાં હાઈવે અકસ્માત થવામાં પ્રતિ લાખે 11.5નો લક્ષ્યાંક છે જેની સામે ગુજરાતમાં 10.8 રેશિયો છે.

આ ઉપરાંત, નીતિન પટેલે ઉર્મેયું કે પ્રસૂતિ સમયે માતા કે બાળકના મૃત્યુ થવાની સંભાવના હતી ત્યારે ગુજરાત સરકારે મોટું કામ હાથમાં લીધું છે. પ્રસૂતિ સરકારી હોસ્પિટલમાં જ કરાવવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. દેશમાં પ્રતિ 10 હજાર વસ્તીએ 1 તબીબ, નર્સ સહિત 37 કર્મચારી ઉપલબ્ધ થાય તેવું ધોરણ નક્કી કર્યું છે.જેની સામે ગુજરાતમાં 41 કર્મચારીનું સંખ્યા બળ ઉપલબ્ધ છે.

કોરોના મહામારી દરમિયાન માતા-પિતાનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં મૃત્યુ સર્ટિ તથા સાક્ષી તેમજ વાલીઓના આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે.મરણ સર્ટિમાં કોરોનાથી મોત થયું હોય તેવો ઉલ્લેખ નહિ હોય તો પણ સહાય મળશે તેમ પણ નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">