Gujarat: કોરોનાનાં કપરા સમય વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર, પાક ધિરાણ કરવાની મુદ્દતમાં 2 મહિનાનો વધારો, 7% વ્યાજ પણ સરકારની ચૂકવવાની તૈયારી

Gujarat: કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રાજ્યસરકારે ધરતીપુત્રોને મોટી રાહત આપી છે. 31 માર્ચ પહેલા ખેડૂતોને પાક ધિરાણ જમા કરાવવાનું રહે છે, જોકે ગુજરાત સરકારે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદતમાં 2 મહિનાનો વધારો કર્યો છે.

  • Pinak Shukla
  • Published On - 8:57 AM, 3 May 2021

Gujarat: કોરોના (Corona)ની વિકટ પરિસ્થિતિમાં રાજ્યસરકારે ધરતીપુત્રોને મોટી રાહત આપી છે. 31 માર્ચ પહેલા ખેડૂતોને પાક ધિરાણ જમા કરાવવાનું રહે છે, જોકે ગુજરાત (Gujarat)સરકારે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદતમાં 2 મહિનાનો વધારો કર્યો છે. તેથી ખેડૂતોને હવે 30 જૂન બાદ પાક ધિરાણ જમા કરાવવાનું રહેશે. લાચાર ખેડૂતો વર્તમાન સ્થિતિમાં બાપડો ન બને તે માટે સરકારે ધિરાણના માળખામાં 7 ટકા વ્યાજ ચુકવવાની તૈયારી પણ દર્શાવી છે. આમ રાજ્યસરકારને રૂપિયા 16.30 કરોડનો વધારાનો બોજ પણ પડશે.