Gujarat Elections 2021 Results : વડોદરાના પાદરાના પીપળી ગામમાં ભાજપના વિજય સરઘસને પગલે બબાલ, પોલીસ બંદોબસ્ત તૈનાત

Gujarat Elections 2021 Results : વડોદરાના પાદરાના પીપળી ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવ્યા છે.

| Updated on: Mar 02, 2021 | 6:13 PM

Gujarat Elections 2021 Results : વડોદરાના પાદરાના પીપળી ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવ્યા છે. પાદરા તાલુકા પંચાયતની રણું બેઠક પર ભાજપના ઉમેદવારની જીત બાદ વિજય સરઘસ દરમ્યાન પીપળી ગામમાં પ્રવેશ કરવા બાબતે હોબાળો થયો છે. પીપળી ગામના લોકોએ વિજય સરઘસને રોકી ગામમાં પ્રવેશ કરવા દીધો નહીં. પીપળી ગામનો આક્ષેપ છે કે તેઓના કોંગ્રેસના ઉમેદવારની ઓફિસરનું રણું ગામમાં ભાજપના ઉમેદવારે ઓફિસમાં તોડફોડ કરી હતી. આજે પરિણામ આવતા ભાજપના ઉમેદવારની જીત થતા કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે રોષ છવાયો હતો. અને પીપળી ગામમાં પ્રવેશ કરવા નહીં દેતા ભારે હોબાળો મચ્યો હતો. જેથી ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા.હાલ, પીપળી ગામમાં પરિસ્થિત તંગ હોવાથી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">