Gujarat Elections 2021 Results : તાપી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સૂપડા સાફ, આઝાદી બાદ પ્રથમવાર ભાજપની જીત

Gujarat Elections 2021 Results : સમગ્ર રાજ્યની માફક તાપી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.

| Updated on: Mar 02, 2021 | 5:37 PM

Gujarat Elections 2021 Results : સમગ્ર રાજ્યની માફક તાપી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તાપી જિલ્લા પંચાયત પર પ્રથમ વાર ભાજપનો ભગવો લહેરાયો છે.

 

 

તાપી જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આઝાદી બાદ પ્રથમવાર આંચકી લીધી છે. તાપી જિલ્લા પંચાયતની 26 બેઠક પૈકી 17 બેઠક પર ભાજપ અને 9 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. તાપી જિલ્લાની સાત તાલુકા પંચાયત માંથી 5 તાલુકા પંચાયત પર ભાજપની જીત, જયારે બે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં વાલોડ, ડોળવન,ઉચ્છલ ,નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત પર ભાજપનો વિજય થયો છે. જ્યારે વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો છે. બીજી તરફ વ્યારા નગરપાલિકા પર પણ ભાજપએ ફરી ભગવો લહેરાવતા તાપી જિલ્લાના કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપે સફળતા મેળવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">