Gujarat Corona Update: નીતિન પટેલે આખરે કહ્યું કે કોરોના માટેનાં નિયમો તમામ માટે સરખા, વિધાનસભા અને સચિવાલયનાં કર્મચારીઓને માસ્ક પહેરવા કરી તાકીદ

Gujarat Corona Update:  એકતરફ સરકાર સામાન્ય અને રાજકીય નેતાઓ માટે નિયમો સરખા હોવાનું વારંવાર રટણ કરી રહી છે તો બીજીતરફ બેફામ બનેલા ભાજપના નેતાઓ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે.

| Updated on: Mar 31, 2021 | 4:12 PM

Gujarat Corona Update:  એકતરફ સરકાર સામાન્ય અને રાજકીય નેતાઓ માટે નિયમો સરખા હોવાનું વારંવાર રટણ કરી રહી છે તો બીજીતરફ બેફામ બનેલા ભાજપના નેતાઓ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરીએકવાર કહ્યું છે કે- રાજકીય વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ તમામે માસ્ક પહેરવું ફરજિયાત છે. નિયમો બધા માટે સરખા છે ચૂંટણી પ્રચારમાં પણ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

નીતિન પટેલે કહ્યું કે બજારોમાં અને સરકારી કચેરીઓમાં હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. વિધાનસભા અને સચિવાલયમાં કર્મચારીઓ, અધિકારીઓ સહિત હજારો લોકોની અવર-જવર હોય છે જેમાં અનેક લોકો માસ્ક નથી પહેરતા નીતિન પટેલે આવા લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે.

જણાવવું રહ્યું કે અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કોરોના ગાયબ થઈ ગયો હતો ત્યારબાદ કોરોના ફરીથી વકર્યો છે અને હવે ગાંધીનગર શહેરમાંથી કોરોના ગાયબ થઈ જશે તેવી શક્યતા છે. કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકાની આવી રહી છે ચૂંટણી અગાઉ જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓને નિયમો તોડવાની છૂટ હતી તે રીતે હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ નેતાઓને છૂટ આપી દેવાઈ હોય તેવા દ્રશ્યો અત્યારથી જ જોવા મળવા લાગ્યા છે.

તેવામાં ગાંધીનગર મનપાની ચૂંટણી વિસ્તારના 76 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જિલ્લામાં બે દિવસમાં નવા 95 કેસ નોંધાતા કુલ આંકડો 8896એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ 12 દર્દીઓના મોત થતાં કુલ આંકડો 635 થયો છે. જેમાં 52 વર્ષથી 85 વર્ષના દર્દીઓનો સમાવેશ થાય છે. તો બીજીતરફ ગાંધીનગર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં સચિવાલયમાં કરાયેલા ટેસ્ટીંગમાં કુલ 30 કેસ પોઝિટિવ નોંધાયાની કર્મચારીઓમાં ચર્ચા જોવા મળી હતી. નવા સચિવાલયના સામાન્ય વહિવટી વિભાગના પ્રેગન્ટ મહિલા કર્મચારીનું કોરોનાથી મોત થયું છે ત્યારે સવાલ એ થાય છે કે આ વખતે નેતાઓ પોતાના પ્રચારમાં નિયમોનું પાલન કરશે કે પછી પ્રજાને મહામારીમાં ધકેલશે?

ખાસ વાત એ છે કે કોરોના વાઈરસે ફરીએકવાર હાહાકાર મચાવ્યો છે. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અડધી ભરાઈ ગઈ છે ત્યારે કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા-ઉલટી અને આંખોમાં બળતરા જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓમાં 7 ટકા દર્દી એવા છે જેમને શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણોની સાથે ઝાડા-ઉલ્ટીના લક્ષણો પણ છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">