Gujarat Corona: કોરોનાની બીજી લહેરમાં થાપ ગયેલી ગુજરાત સરકારે ત્રીજી લહેર સામે પાણી પહેલા પાળ બાંધી, ટાસ્ક ફોર્સની બેઠકમાં ગામડા પર ફોકસ

Gujarat Corona: રાજ્યમાં બીજી લહેર કહેર મચાવી રહી છે ત્યારે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા રાજ્ય સરકારે અત્યારથી જ કમરકસી છે અને સંભવિત ત્રીજી લહેરના ખતરાને પહોંચી વળવા આજે ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.

| Updated on: May 10, 2021 | 8:08 AM

Gujarat Corona: રાજ્યમાં બીજી લહેર કહેર મચાવી રહી છે ત્યારે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા રાજ્ય સરકારે અત્યારથી જ કમરકસી છે અને સંભવિત ત્રીજી લહેરના ખતરાને પહોંચી વળવા આજે ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં ગામડાઓને કેવી રીતે સંક્રમણથી બચાવી શકાય અને ત્રીજી લહેરનો કેવી રીતે સામનો કરી શકાય તે મુદ્દે ચર્ચા થશે.

સાથે જ ગ્રામ્ય પંથકોમાં આરોગ્યલક્ષી સેવાઓ અને વ્યવસ્થા મજબૂત કરવા પર પણ બેઠકમાં ભાર મુકાઇ શકે છે સાથે જ ગામડાઓમાં ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ વધારવા અંગે પણ ચર્ચા થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બેઠકમાં ટાસ્ક ફોર્સના નિષ્ણાંત તબીબો સાથે મુખ્યપ્રધાન તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ચર્ચા કરશે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે બાથ ભીડવા અંગે રણનીતિ ઘડાય તેવી શક્યતાઓ છે.

જણાવવું રહ્યું કે ગુજરાતમાં કોરોનાની બીજી પિકનાં કારણે રાજ્યની આરોગ્ય સેવા પર સવાલ ઉભા થઈ ગયા હતા. ઓક્સિજનથી લઈ હોસ્પિટલમાં બેડની અછત થઈ જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજ્યની ટાસ્ક ફોર્સ દ્વારા જે તે સમયમાં ગણતરી મુકવાૈમાં આવી હતી તે મુજબ 30 એપ્રિલ બાદ કોરોનાની બીજી પિક સમાપ્ત થવા આવશે. હાલમાં કોરોનાનાં ઘટી રહેલા આંકડા, એમ્બ્યુલન્સની સંખ્યામાં ઘટાડો, સક્રિય દર્દીઓ ઘટી જવા જેવી સ્થિતિ થયા બાદ હવે રાજ્ય સરકારનાં શ્વાસમાં શ્વાસ આવ્યો છે.

રાજ્ય સરકાર જો કે હવે જે ત્રીજી લહેરની વાત ચાલી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ મુકવા નથી માંગતી અને આજે તેના માટે ખાસ કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની લહેરથી ગામડાઓને કેવી રીતે બચાવી શકાય તેના પર ખાસ ફોકસ કરવામાં આવશે.

બીજી લહેર દરમિયાન રાજયનાં ગામડાઓ અસર હેઠળ છે અને મોતનો આંક પણ તેને લઈને વધ્યો છે. આજની આ બેઠકમાં સરકારનો એક્શન પ્લાન સામે આવશે અને ખબર પડશે કે તે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરને ખાળવા માટે શું કરશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">