Gujarat Corona: રાજ્યમાં કોરોનાનો હાહાકાર, સ્મશાનોમાં લાકડા ખુટી પડ્યા, ક્યાંક આખી ચિતા જ ઓગળી ગઈ તો ક્યાંક શેરડીનાં કુચાથી અગ્નિદાહ

Gujarat Corona: રાજ્યમાં કોરોનાનું વરવું સ્વરૂપ જોવું હોય તો સ્મશાનોની મુલાકાત લેવી પડે. રાજ્યના કેટલાક શહેરોના સ્મશાનોના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં સ્મશાનોમાં લાકડા ખૂટી પડતા શેરડીના કૂચાથી અગ્નિદાહ અપાયો તો ક્યાંક ભઠ્ઠીઓ ઓગળી જતા અંતિમવિધિ અટકી પડી.

| Updated on: Apr 21, 2021 | 8:14 AM

Gujarat Corona: રાજ્યમાં કોરોનાનું વરવું સ્વરૂપ જોવું હોય તો સ્મશાનોની મુલાકાત લેવી પડે. રાજ્યના કેટલાક શહેરોના સ્મશાનોના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં સ્મશાનોમાં લાકડા ખૂટી પડતા શેરડીના કૂચાથી અગ્નિદાહ અપાયો તો ક્યાંક ભઠ્ઠીઓ ઓગળી જતા અંતિમવિધિ અટકી પડી.

ભરૂચમાં એક જ દિવસમાં 35 દર્દીઓના કોરોનાથી મોત થયા જેમાંથી માત્ર 8 મૃતદેહો જ સ્મશાને મોકલાયા તો સુરતના સ્મશાનોમાં લાકડા ખૂટી પડતા શેરડીના કૂચા વડે અગ્નિદાહ કરવાની ફરજ પડી, તો બારડોલીમાં ચિતા ઓગળી જતા અગ્નિદાહની કામગીરી અટકી પડી, તો પાટણ મુક્તિધામમાં ચિતા ખૂટી પડતા લોકોને પોતાના ગામમાં જ અગ્નિદાહ કરવાની અપીલ કરાઇ. વધી રહેલા મૃત્યુને જોતા સુરતના અડાજણ-પાલ સ્મશાનમાં વધુ 25 હંગામી ચિતા તૈયાર કરવાની ફરજ પડી છે.

 

રાજ્યમાં કોરોના સાથે હવે આકાશે આંબતા આંકડા પણ લોકોને ડરાવી રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા સર્વોચ્ચ સપાટીએ સપાટીએ પહોંચી છે તો મૃત્યુનો આંકડો ભલભલાને હચમાચાવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 12,206 નવા કેસ નોંધાયા જ્યારે 121 દર્દીઓ મોતને ભેટ્યા. આપ જાણીને ચોંકી ઉઠશો કે રાજ્યમાં દર કલાકે 508 લોકો સંક્રમિત થઇ રહ્યા છે, જ્યારે 5 દર્દીઓને કોરોના ભરખી રહ્યો છે. નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 28 હજારને પાર પહોંચી તો કુલ મૃત્યુઆંક 5,615 થયો છે. 24 કલાકમાં 4,339 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 46 હજાર 063 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 76,500 પર પહોંચી છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 353 થઇ છે જ્યારે સાજા થવાનો દર ઘટીને 80.82 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં કોરોના આક્રમક રીતે આગળ વધી રહ્યો છે. કોરોના કેપિટલ બનેલા અમદાવાદમાં 24 કલાકમાં 4,691 પોઝિટિવ કેસ સાથે 23 દર્દીઓના મોત થયા તો સુરતમાં 1,928 કેસ સાથે 25 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 850 કેસ સાથે 12 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 625 કેસ સાથે 13 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ સ્થિતિ છે. જામનગરમાં 6 દર્દીઓ મોતને ભેટ્યા તો ગાંધીનગર અને સુરેન્દ્રનગર 4-4 દર્દીઓના મોત થયા તો ભાવનગર, ભરૂચ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3 દર્દીઓ મોતને ભેટ્યા જ્યારે અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, મહેસાણા અને પાટણમાં 2-2 દર્દીઓના મોત થયા તો અમરેલી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં એક-એક દર્દીનું મોત થયું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">