Gujarat Budget 2021: ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે

Gujarat Budget 2021 : નીતિન પટેલ દ્વારા ગૃહમાં જણાવામાં આવ્યું કે સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરવામા આવશે.

  • tv9 webdesk40
  • Published On - 13:45 PM, 3 Mar 2021
Gujarat Budget 2021: ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે
Gujarat Budget 2021

Gujarat Budget 2021 : ગૃહમાં નીતિન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરવામાં આવશે. સરકારી કચેરી, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે.

રાજ્ય સરકાર રોજગાર મેળાઓનું આયોજન કરશે અને આગામી પાચ વર્ષમાંં મેન્યુફેકચરીગ, ફાર્મા, એનર્જી, એન્જીનીયરીગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈ.ટી, પ્રવાસન, હોસ્પિટિલીટી, ફૂડ પ્રોસેસીગ, સર્વીસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં 20 લાખ રોજગારીની તકો ઉભી કરશે.