Gujarat Board Exam Result: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું જુલાઇનાં બીજા સપ્તાહમાં પરિણામ, માર્ક આપવાને લઈ માપદંડ જાહેર

Gujarat Board Exam Result: ધોરણ-12 બોર્ડની પરીક્ષા(Board Exam)નું જુલાઇના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર થશે. રાજ્ય સરકારે ધો-12 બોર્ડમાં ગુણાંકન નીતિના મુખ્ય માપદંડો જાહેર કર્યા છે અને શિક્ષણવિદ્દોએ કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે.

| Updated on: Jun 18, 2021 | 11:39 AM

Gujarat Board Exam Result: ધોરણ-12 બોર્ડની પરીક્ષા(Board Exam)નું જુલાઇના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર થશે. રાજ્ય સરકારે ધો-12 બોર્ડમાં ગુણાંકન નીતિના મુખ્ય માપદંડો જાહેર કર્યા છે અને શિક્ષણવિદ્દોએ કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી ફોર્મ્યુલા પર નજર કરીએ તો ધોરણ-10, 11 અને 12 દરમિયાન યોજાયેલ પરીક્ષાના આધારે મૂલ્યાંકન નક્કી કરાશે. તો ધો.10ના વિષયવાર પરિણામના મહત્તમ 50 ગુણ ગણાશે અને ધો.11ની પ્રથમ અને દ્રિતીય કસોટીમાં મેળવેલા ગુણના મહત્તમ 25 ગુણ ગણાશે.

ધો.12ની પ્રથમ સામાયિક કસોટી અને વિષયવાર એકમ કસોટીના મહત્તમ 25 ગુણ ગણાશે જ્યારે ધો.10ના 50 અને ધો.11 અને 12ના 25-25 મળી કુલ 100 ગુણમાંથી પરિણામ નક્કી કરાશે.

જણાવવું રહ્યું કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ વર્ષે CBSE સહીત મોટાભાગના રાજ્યોના શિક્ષણ બોર્ડોએ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે. પણ હવે સમસ્યા એ ઉભી થઇ છે કે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ (Class 12 Board Exam Result) કેવી રીતે બનાવવું? આ અંગે ગુજરાત સહીતના અન્ય રાજ્યોએ CBSEનું અનુસરણ કરવાનું નક્કી કર્યું. CBSE એ આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ કેવી રીતે બનાવવામાં આવશે તેની ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે.

હવે રાજ્યોની ‘પરીક્ષા’ શરૂ
CBSE એ ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) બનાવવા માટેની ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. હવે ધોરણ 12 બોર્ડ પરીક્ષાના પરિણામ બનાવવામાં રાજ્યોની પરીક્ષા શરૂ થઇ છે, એટલે કે રાજ્યો માટે હવે આ પ્રક્રિયા સુપેરે પાર પાડવાનો વારો આવ્યો છે. અહી સૌથી મોટો પ્રશ્ન પ્રિ-બોર્ડ પરીક્ષાનો ઉભો થયો છે.

કોરોનાને કારણે ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં શિક્ષણકાર્ય બંધ હતું. અને સાથે જ સત્રાંત પરીક્ષા કે પ્રિ-બોર્ડ પરીક્ષાઓનું આયોજન થઇ શક્યું નહોતું. આથી જે રાજ્યોમાં ધોરણ 12 ની પ્રિ-બોર્ડ પરીક્ષા પણ નથી લેવાઈ, તે CBSEની ધોરણ 12ના પરીક્ષાના પરિણામની ફોર્મ્યુલાના આધારે કેવી રીતે પરિણામ બનાવશે ?

રાજ્યોના શિક્ષણ બોર્ડોએ આ સ્થાને કોઈ બીજો વિકલ્પ પસંદ કરવો પડશે અને અલ્પ સમયમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ (Class 12 Board Exam Result) તૈયાર કરવું પડશે. આ વિકલ્પોમાં બહુવિકલ્પવાળી પરીક્ષા કે અન્ય વિકલ્પનો આધાર લેવો પડશે. અથવા તો ધોરણ 10 અને 11 ના પરિણામને આધારે જ ધોરણ 12નું પરિણામ બનાવવું પડશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">