ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતની ઉજવણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દિલ્લી જિમખાનામાં ખાસ પાર્ટી આયોજિત કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીતનો ભાજપ જશ્ન મનાવી રહી છે..ત્યારે પ્રચંડ જીતનો દિલ્લીમાં ભવ્ય જશ્ન મનાવાયો છે. જેમા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દિલ્લીના જિમખાનામાં ખાસ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથસિંહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના સાંસદ તેમનો પરિવાર સહિતના દિગ્ગજોએ સાથે ભોજન લીધું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 11:44 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી  રહી છે. ત્યારે પ્રચંડ જીતની દિલ્લીમાં  ઉજવણી કરવામાં આવી રહી છે.  જેમા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દિલ્લીના જિમખાનામાં ખાસ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથસિંહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના સાંસદ તેમનો પરિવાર સહિતના દિગ્ગજોએ સાથે ભોજન લીધું હતું. અને ભાજપની જીતનો જશ્ન મનાવ્યો હતો. તો બીજી તરફ દિલ્લીની મુલાકાતે પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી

ગુજરાતમાં ભાજપે પ્રચંડ બહુમતીથી જીત મેળવ્યા બાદ ફરી એકવાર સરકાર બનાવીને ઈતિાહસ રચી દીધો છે. ત્યારે મુખ્યપ્રધાન તરીકેનો બીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીના એક દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી અને આભાર માન્યો હતો. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે એટલે કે 21 ડિસેમ્બરે એક દિવસના દિલ્હી પ્રવાસ પર છે.

ભાજપે 156 બેઠક જીતીને ઈતિહાસ રચ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહીં. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.

‘દાદા’નું સૌથી નાનું મંત્રીમંડળ

ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા તેની સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનોએ પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 લોકોની ટીમ બની છે. જેમાં બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનુબેન બાબરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાના નામ સામેલ છે. ગુજરાત સરકારનું આ સૌથી નાનું મંત્રીમંડળ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">