Gujarat : પરિવારના તમામ સભ્યોને મળશે મા-અમૃતમ કાર્ડ, આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

Gujarat : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજય સરકારની "મા-અમૃતમ વાત્સલ્ય" યોજના કાર્યરત છે. જેમાં પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેકને વ્યક્તિગત ઓળખકાર્ડ અપાશે.

| Updated on: Jun 09, 2021 | 4:13 PM

Gujarat : નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારની “મા-અમૃતમ વાત્સલ્ય” યોજના કાર્યરત છે. જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

સરકારી હોસ્પિટલમાંથી કાર્ડ બનાવી અપાશે
તેમણે ઉમેર્યુ કે, મા/મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા“આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”,“મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે.

પરિવારના દરેક સભ્યોને મા-કાર્ડ આપવામાં આવશે
મા\મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી, માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા – અમૃતમ્” અને “મા – અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે.

દાખલા તરીકે, એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો આ પહેલાં પાંચ વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું.હવે પરિવારના પાંચ લોકોને અલગ -અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. જેથી સારવાર મેળવવામાં સરળતા રહેશે.

જૂના કાર્ડની સિસ્ટમ પણ યથાવત રહેશે
તેમણે ઉમેર્યુ કે,હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે જેથી જરૂરિયાત પ્રમાણે પરિવારદીઠ અને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકે તેમ નીતિન પટેલે ઉમેર્યુ હતું.

રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે સરકારી હોસ્પિટલોમાં નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી બધા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળી શકે.

Follow Us:
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">