ખેડૂતો માટે સારા સમાચાર, નર્મદાના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને ઉનાળા દરમિયાન આપવામાં આવશે પાણી

Narmada : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોની ઉનાળામાં સિંચાઇના પાણીની સમસ્યા દૂર થશે.

  • Tv9 webdesk41
  • Published On - 19:47 PM, 4 Mar 2021
ખેડૂતો માટે સારા સમાચાર, નર્મદાના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને ઉનાળા દરમિયાન આપવામાં આવશે પાણી
Narmada

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને ઉનાળા દરમિયાન સિંચાઇના પાણીની સમસ્યા નડશે નહીં. ગુજરાતના નર્મદાના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને ઉનાળા દરમિયાન પાણી આપવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોની ઉનાળામાં સિંચાઇના પાણીની સમસ્યા દૂર થશે અને નિશ્ચિંત બનીને નર્મદાના પાણીથી સરળતાથી ઉનાળુ પાક લઇ શકશે.