GODHARA: નિવૃત્ત સરકારી અધિકારીએ ભ્રષ્ટાચાર કરી 600 કરોડની 400 અપ્રમાણસર મિલકત વસાવી? ACB તપાસની માગ

ફરિયાદીનો આરોપ છે કે GODHARAના નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરે ભ્રષ્ટચાર આચરી 400 જેટલી મિલકતો વસાવી છે, જેની હાલની બજાર કિંમત 600 કરોડ રૂપિયા છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 26, 2021 | 1:42 PM

GODHARA માં ફરજ પરથી વય નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર સામે અપ્રમાણસર મિલકત અંગે તપાસ કરવા માટે ગોધરાની સેશન કોર્ટમાં લેખિત અરજી દાખલ કરવામાં આવી છે.ફરિયાદીનો આરોપ છે કે ગોધરાના નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર ચુનીલાલ ધારસયાણીએ પોતાના ફરજકાળમાં ભ્રષ્ટચાર આચરી 400 જેટલી મિલકતો વસાવી છે, જેની હાલની બજાર કિંમત 600 કરોડ રૂપિયા છે.

અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, GODHARAમાં આર એન્ડ બી વિભાગના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ચુનીલાલ ધારસયાણીએ તેમની ફરજ દરમિયાન રસ્તા, અંડરબ્રિજ તેમજ અન્ય કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે.ફરિયાદીએ સમગ્ર મામલે ગોધરાની સેશન કોર્ટમાં અરજી કરી ACB તપાસની માંગ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">