Gandhinagar : વાવાઝોડાથી 5 હજાર કરોડથી વધુ નુકસાનનો અંદાજ, કેન્દ્રની ટિમ કરશે નુક્સાનીનો સર્વે

Gandhinagar : તાઉ તે વાવઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઇ છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 21, 2021 | 8:59 AM

Gandhinagar : તાઉ તે વાવઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઇ છે. નુકસાનની વાત કરવામાં આવે તો નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાક અને બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે.

તો બીજી તરફ વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને તાત્કાલિક ધોરણે 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા જીવ ગુમાવનાર પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી હતી.

નુક્શાનીનો અંદાજ 5000 કરોડ

વાવાઝોડાને કારણે 5000 કરોડથી વધુ નુક્સાન થયાની સંભાવના પણ જોવા મળી છે. વાવઝોડાની નુક્સાનીનો આંકડો હજુ પણ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે. નુકસાનીનો સાચો આંકડો સર્વ કર્યા બાદ જ સામે આવશે. અમરેલી – ભાવનગર – ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ નુક્સાન થવાની સંભાવના છે.

સૌથી વધુ નુકસાન ચાર જિલ્લામાં અને ઉર્જા વિભાગમાં થયું છે.  નુકસાનનો તાગ મેળવવા અંગે કૃષિ, મહેસુલ, ઉર્જા અને નાણા વિભાગના અધિકારીઓ કામ કરી રહ્યા છે. વાવાઝોડાને કારણે સૌથી વધુ કૃષિ અને ઊર્જા વિભાગને નુક્સાન થવાનો અંદાજ છે. જીલ્લા કલેક્ટર પાસે નુક્સાનીનો અંદાજ મંગાવ્યા બાદ કેન્દ્રને વધુ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દરખાસ્ત કરી શકે છે.

રાહત અને સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું.  CM રૂપાણીએ વાવાઝોડાથી ગંભીર રીતે અસરગ્રસ્ત એવા ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા દ્વારા જીવ ગુમાવનાર પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી હતી.

આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે. વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખ ની સહાય અપાશે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે થયેલા નુકસાનના પુન:નિર્માણ માટે પણ કેન્દ્ર રાજ્ય સરકારની મદદ કરશે. કેન્દ્ર સરકાર આંતર-મંત્રીમંડળીય ટીમ ગુજરાતમાં મોકલશે, જે સમગ્ર રાજ્યના ભ્રમણ બાદ નુકસાનીની સમીક્ષા કરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">