Gandhinagar News: સચિવાલયમાં લેટલતીફોનો સમય પુરો, મોડા પડ્યા તો અડધી રજા ગણાશે, સાંજે વહેલા ઘરે નહી જઈ શકે

Gandhinahar News: સચિવાયલના કર્મચારીઓ અને અધિકારીઓ અનિયમિતતા દાખવી રહ્યા છે જેને લઈ નાણા વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 7:53 PM

Gandhinagar News: સચિવાયલ(Sachivalay)માં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓની અનિયમિતતા(Late Comers) હવેથી નહીં ચલાવી લેવાય. નોકરીમાં નિયમિત નહીં રહે તો જેતે દિવસનો પગાર અથવા શિક્ષાત્મક કાર્યવાહી થશે.

છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદ ઉઠી હતી કે સમયની બાબતમાં સચિવાયલના કર્મચારીઓ અને અધિકારીઓ અનિયમિતતા દાખવી રહ્યા છે જેને લઈ નાણા વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.

જે પ્રમાણે, હવે કોઈ કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણાશે. સવારના 10.40 બાદ જે કર્મચારી આવશે તે સાંજે 6 પહેલાં ઘરે નહિ જઈ શકે અને જો નિયત સમય કરતાં પહેલાં જશે તો પણ રજા ઉધારાશે. કર્મચારી જો મોડો ઓફિસ જવાનો હોય તો તે અંગેની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.

મહત્વનું છે કે ઈલેક્ટ્રીક સ્વાઈપ કાર્ડ મારફતે હાજરી ભરવામાંથી મુક્તિ અપાતા કર્મચારીઓ ફાયદો ઉઠાવતા હતા. જો કે હવે જાહેરનામું બહાર પાડીને આવા લેટલતીફ કર્મચારીઓને સીધા દોર કરવામાં આવી રહ્યા છે. આવા પ્રકારનાં કર્મચારીઓને લઈને સરકારી તંત્રની છાપ પણ બગડતી હોય છે તો તેમની પાસે કામ લઈને આવનારા લોકો પણ એટલી જ મુશ્કેલીમાં મુકાતા હોય છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">