Gandhinagar: ત્રણ કૃષિ કાયદાનાં વિરોધમાં કિસાન મોરચાનું રાજભવન ઘેરાવનું એલાન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Gandhinagar: સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગાંધીનગર રાજભવન ઘેરાવનું એલાન અપાયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 11:49 AM

Gandhinagar: છેલ્લા કેટલાય સમયથી ત્રણ કૃષિ કાયદા (Agricluture Law) વિરૂદ્ધમાં લડત ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચા(Kisan Morcha)એ હવે લડતને વેગ આપવા માટે અને સરકારને ઘેરવા માટેનાં પ્રયાસ શરૂ કરી દીધા છે. કોરોનાનાં કેસ ઓછા થતા જ ખેડૂતો દ્વારા વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી દેવામાં આવી છે.

દેશમાં રાજ્ય પ્રમાણે રાજભવન (Rajbhavan) ઘેરાવનો આજે કાર્યક્રમ આપવામાં આવ્યો છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગાંધીનગર રાજભવન ઘેરાવનું એલાન અપાયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 3 કૃષિકાયદાના વિરોધમાં રાજભવન ઘેરાવ ચીમકીને પગલે પોલીસ ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને કોઈ સંધર્ષની ઘટના ન બને.

જણાવવું રહ્યું કે દિલ્લીની બોર્ડર પર મહિનાઓથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપીને  ત્રણ નવા કૃષિ કાયદાની અમલવારી પર વચગાળાની રોક લગાવી હતી. આ સાથે જ ખેડૂતો સાથે ચર્ચા કરીને સમસ્યાનો હલ શોધવા માટે 4 સભ્યોની ખાસ કમિટીની પણ રચના કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ સરકાર અને ખેડૂતો વચ્ચે લાંબી ચર્ચાઓ બાદ પણ હલ ન નિકળતા ચાર સભ્યોની કમિટી બનાવી હતી.  30 લાખ ખેડૂતો સભ્યો હોવાનો દાવો કરનારા ભારતીય કિસાન સંઘે કમિટી બનાવવાના નિર્ણયનું સમર્થન કર્યું.

એટર્ની જનરલે પણ કમિટીના નિર્ણયનું સ્વાગત કર્યું હતું જો કે કેટલાક ખેડૂત સંગઠનોમાં કમિટીની રચનાના આદેશને લઈ કોઈ ખાસ ખુશી જોવા મળી નોહતી. ખેડૂત અગ્રણી રાકેશ ટિકૈતે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પર અમે ચર્ચા બાદ નિર્ણય લઈશું. ત્યારબાદથી કાર્યક્રમો તેમના દ્વારા યથાવત રાખવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરવા માટે ચાર સભ્યોની બનાવેલી કમિટીમાં નિષ્ણાતો અને ખેડૂત આગેવાનોનો સમાવેશ પણ કર્યો છે. ભારતીય કિસાન યુનિયનના ભૂપેન્દરસિંહ માન અને જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન સમિતિના ડૉ. પ્રમોદ કુમાર જોશી અને મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અગ્રણી અનિલ ધનવંતનો પણ સમાવેશ કરાયો હતો.

જો કે ખેડુતો ત્રણ કાયદાનો સતત વિરોધ કરીને તેને રદ કરવાની માગ કરી રહ્યા છે. સરકારે પોતાનું વલણ સ્પસ્ટ કરીને તેમાં સુધારા કરી શકવાની હા કરી હતી પરંતુ રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">