Gandhinagar: મંત્રીને મળવા ગયેલા કોંગ્રેસનાં ત્રણ MLAની સિક્યોરિટી ગાર્ડ સાથે ચકમક ઝરી, અકળાયેલા ગાર્ડે કહ્યું જેને કહેવાય એને કહી દેજો

Gandhinagar: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં ધારાસભ્યો (MLA) અને સિક્યોરિટી ગાર્ડ (Security Guard) વચ્ચે બબાલ થઇ

| Updated on: Jun 01, 2021 | 9:52 PM

Gandhinagar: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં ધારાસભ્યો (MLA) અને સિક્યોરિટી ગાર્ડ (Security Guard) વચ્ચે બબાલ થઇ. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય એવા લલિત કગથરા, કિરીટ પટેલ અને લલિત વસોયા આજે સ્વર્ણિમ સંકુલમાં-1માં રજૂઆત કરવા મંત્રીને મળવા માટે ગયા હતા. મંત્રીને મળવા માટે પહોંચેલા કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યને ફરજ પરના પોલીસ જવાને અટકાવી અસભ્ય વર્તન કરતાં મામલો બિચક્યો હતો.

જેને પગલે ધારાસભ્યો ધરણાં પર બેસી ગયા હતા. જોકે ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ સલામતી શાખાના પીએસઆઇ એમ.બી. સાલ્વીએ દાવો કર્યો હતો કે ધારાસભ્યો દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોવાથી મામલો બિચક્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મંત્રીને મળવા માટે પહોંચેલા ત્રણેય ધારાસભ્યને ફરજ પરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરે અટકાવ્યા હતા, આથી તેમણે મંત્રીને મળવાની વાત કરી હતી. આમ છતાં પોલીસ જવાને તેમને અંદર પ્રવેશ આપ્યો નહોતો.

થોડી વાતચીત દરમિયાન મામલો હુંસાતુંસી પર આવી ગયો હતો. એ દરમિયાન પોલીસ જવાન એકદમ અકળાઈને ધારાસભ્યો સાથે અસભ્ય વર્તન કરીને કહ્યું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો જેથી સ્વર્ણિમ સંકુલમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">