Gandhinagar Corona Breaking: સર્કીટ હાઉસનાં રસોઈયા તુકારામનું કોરોનાથી મોત, સર્કિટ હાઉસનાં 15 કર્મચારી કોરોનાથી સંક્રમિત

Gandhinagar Corona Breaking: રાજ્યમાં કોરોનાની આફત વચ્ચે ગાંધીનગર સર્કીટ હાઉસનાં રસોઈયા તુકારામનું કોરોનાથી મોત નિપજતા ખળભળાટ ફેલાઈ ગયો છે. રસોઈયા તુકારામનું કોરોનાથી ગાંધીનગર સિવિલમાં મોત થયું હોવાનીવિગતો બહાર આવી છે.

| Updated on: Apr 02, 2021 | 4:05 PM

Gandhinagar Corona Breaking: રાજ્યમાં કોરોનાની આફત વચ્ચે ગાંધીનગર સર્કીટ હાઉસનાં રસોઈયા તુકારામનું કોરોનાથી મોત નિપજતા ખળભળાટ ફેલાઈ ગયો છે. રસોઈયા તુકારામનું કોરોનાથી ગાંધીનગર સિવિલમાં મોત થયું હોવાનીવિગતો બહાર આવી છે. મળતી માહિતિ પ્રમાણે ગાંધીનગર સર્કિટ હાઉસના 15 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. રસોઈયા તુકારામ વર્ષોથી સર્કિટ હાઉસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ રસોઈયા તરીકે કામ કરતા હતા.

 

રાજ્યમાં કોરોના બેકાબૂ બની ચૂક્યો છે અને હવે કોરોનાના રોજેરોજ રેકોર્ડ બ્રેક ઓલટાઇમ હાઇ કેસો નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં સતત એક સપ્તાહથી કોરોનાના ઓલટાઇમ હાઇ કેસ નોંધાઇ છે અને રાજ્યમાં 2,410 પોઝિટિવ કેસ નોંધાયા. જ્યારે 9 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા રાજ્યમાં નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 4,528 પર પહોંચ્યો છે તો 2,015 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 92 હજાર 584ને પાર પહોંચી છે જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 94.35 ટકાએ પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 12,996 પર પહોંચી છે તો વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 155 થઇ છે મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 626 કેસ સાથે 3 દર્દીઓના મોત થયા સુરતમાં 4 દર્દીના મોત સાથે નવા 615 કેસ નોંધાયા તો વડોદરામાં એકના મોત સાથે નવા 363 કેસ નોંધાયા જ્યારે રાજકોટમાં 223 કેસ નોંધાયો જ્યારે ભાવનગરમાં એક દર્દીનું મોત થયું.

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત છે અને પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે અમદાવાદમાં કુલ 626 કેસ નોંધાયા તો 3 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે 598 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા અમદાવાદ શહેરમાં 613 કેસ સાથે 592 દર્દીઓ સાજા થયા જ્યારે 3 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો આ તરફ અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા તો 6 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા

તો વધી રહેલા સંક્રમણ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ-સુરત-કચ્છ સહિતના જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિય લોકોનું પણ રસીકરણ ઝડપથી હાથ ધરવા આદેશ કર્યો છે અને સંબધિત જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને રસીકરણ માટે તાકીદ કરી છે તો સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં 15 જેટલા સંતો સંક્રમિત થતા મંદિર દર્શન માટે બંધ કરાવાયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">