Gandhinagar: ગુજરાતનાં મુદ્દાઓ પર કેબિનેટ બેઠકનું આયોજન, હાઈકોર્ટની ઝાટકણીથી લઈ કોરોના ગાઈડલાઈન પર ચર્ચા

ગાંધીનગર: મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજની બેઠકમાં હાઈકોર્ટની ઝાટકણી અંગેના મુદ્દા સહિત રસીકરણ ઝડપી બનાવવા પર અપાશે જોર, તો કોરોના ટેસ્ટીંગ કીટોની અછત ઊભી થતાં ઉઠેલા સવાલનો જવાબ મેળવવા પર ચર્ચા કરાશે.

  • Pinak Shukla
  • Published On - 10:29 AM, 5 May 2021

ગાંધીનગર: મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજની બેઠકમાં હાઈકોર્ટની ઝાટકણી અંગેના મુદ્દા સહિત રસીકરણ ઝડપી બનાવવા પર અપાશે જોર, તો કોરોના ટેસ્ટીંગ કીટોની અછત ઊભી થતાં ઉઠેલા સવાલનો જવાબ મેળવવા પર ચર્ચા કરાશે. કોરોના ટેસ્ટ વધારવા જોર અપાશે. આ સાથે જ અઘોષિત લોકડાઉનના કડક અમલીકરણ બાબતે પણ અપાશે આદેશ. આરોગ્ય સુવિધા અંગે સુવ્યવસ્થિત આયોજન કરવા અંગે પણ ચર્ચા થશે.

ગુજરાતનાં આંકડાઓની વાત કરીઓ તો રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 13,050 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 131 દર્દીઓના મોત થયા. નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,779 પર પહોંચ્યો છે તો 12,121 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 64 હજાર 396 પર પહોંચ્યો છે જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 48 હજાર 297 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 778 પર પહોંચી છે.

રાજ્યના શહેરોની જો વાત કરીએ તો, અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના મંદ પડ્યો છે અને નવા 4,754 કેસ સાથે 23 દર્દીઓના મોત થયા છે તો સુરતમાં 1,574 કેસ સાથે 10 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે વડોદરામાં 943 દર્દીઓ સાથે 13ના મોત થયા.

આ તરફ રાજકોટમાં 726 કેસ સાથે 14 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા તો જામનગરમાં 14 દર્દીઓના મોત સાથે નવા 728 કેસ નોંધાયા તો ભાવનગરમાં 10 અને જૂનાગઢમાં 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. આ સિવાય બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા તો મહેસાણા, કચ્છ, સાબરકાંઠા અને પાટણમાં 3-3 દર્દીના મોત થયા જ્યારે ખેડા, દાહોદ, અમરેલી, છોટાઉદેપુર અને દ્વારકામાં 2-2 દર્દીના મોત થયા.