Gandhinagar Breaking: ગાંધીનગર પાલિકામાં ”આપ” પાર્ટીનાં ઉમેદવારનું કોરોનાથી નિધન, વોર્ડ નં-9માંથી કરી હતી ઉમેદવારી

Gandhinagar Breaking: ગુજરાતમાં કોરોના હવે બેફામ બની ગયો છે. કોરોનાએ દેશ સહિત રાજ્યમાં અનેક એવા લોકોનું જીવન છીનવી લીધુ છે કે જેને લઈને શોકનું મોજુ ફરી વળે છે. આવાજ સમાચાર આવ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ગાંધીનગરમાં મનપાના વોર્ડ નં-9ના "આપ" પાર્ટીનાં ઉમેદવારનું કોરોનાથી મોત નિપજતા સન્નાટો ફેલાઈ ગયો છે.

| Updated on: Apr 26, 2021 | 12:03 PM

Gandhinagar Breaking: ગુજરાતમાં કોરોના હવે બેફામ બની ગયો છે. કોરોનાએ દેશ સહિત રાજ્યમાં અનેક એવા લોકોનું જીવન છીનવી લીધુ છે કે જેને લઈને શોકનું મોજુ ફરી વળે છે. આવાજ સમાચાર આવ્યા છે ગાંધીનગરથી કે જ્યાં ગાંધીનગરમાં મનપાના વોર્ડ નં-9ના “આપ” પાર્ટીનાં ઉમેદવારનું કોરોનાથી મોત નિપજતા સન્નાટો ફેલાઈ ગયો છે. વોર્ડ નં-9માંથી ઉમેદવાર એવા ઉમેદવાર જયશ્રીબેન વાઘેલાનું કોરોનાથી મોત થતા પોલીટીકલ વર્તુળમાં દુ:ખની લાગણી પ્રવર્તી ઉઠી છે.

રાજ્યમાં વકરેલા કોરોનાને નાથવા માટે સરકાર કમર કસી રહી છે, પરંતુ કોરોના જાણે સતત બેકાબુ બનીને પડકાર આપવાની સ્થિતિમાં પહોચી ગયો છે. વધતા કેસો વચ્ચે એટલે જ સરકારે જ તબીબોની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે કે જેથી કરીને દર્દીઓને પહોચી વળી શકાય.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો ગુજરાત કોરોનાની સૌથી વિકટ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે, શ્વાસ ખૂટી રહ્યા છે. હોસ્પિટલોના હાલ બેહાલ છે તો દર્દીઓ અકાળે અવસાન પામી રહ્યા છે. આ વિકટ સ્થિતિ વચ્ચે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 14,296 પોઝિટિવ કેસ નોંધાયા તો 157 દર્દીઓના મોત નિપજ્યા.

નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 95 હજાર 934ને પાર પહોંચી છે તો રાજ્યમાં મૃત્યુઆંક વધીને 6 હજાર 328 થયો. 24 કલાકમાં 6,727 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 74 હજાર 699 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1 લાખ 15 હજારને પાર પહોંચી છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 406 થઇ છે, જ્યારે સાજા થવાનો દર ઘટીને 75.54 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં આક્રમક બનેલા કોરોનાએ 29 લોકોનો ભોગ લીધો છે જ્યારે નવા 5,864 કેસ નોંધાયા છે તો સુરતમાં 2,103 કેસ સાથે 27 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 676 કેસ સાથે 14 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 760 કેસ સાથે 18 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ સ્થિતિ છે.

જામનગરમાં 674 કેસ સાથે 14 દર્દીઓ મોતને ભેટ્યા તો ભાવનગરમાં 7, ગાંધીનગર અને મોરબીમાં 6-6 દર્દીના મોત થયા તો સાબરકાંઠામાં 5 દર્દીએ જીવ ખોયો જ્યારે બનાસકાંઠા, જૂનાગઢ, મહેસાણા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા તો કચ્છમાં 3, વલસાડ અને અમરેલીમાં બે-બે દર્દીઓ મોતને ભેટ્યા.

જો કે અમદાવાદ માટે સારો સંકેત એ છે કે, સતત ચોથા દિવસે કેસ વધવાની ઝડપ ઘટી છે જેથી હવે ટૂંક સમયમાં જ ‘પીક’ આવશે પીક આવ્યા બાદ દૈનિક કેસની સંખ્યા ઘટશે, પરંતુ એકાદ-બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ થવા માગતા દર્દીઓની સંખ્યા યથાવત્ રહેશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">