Gandhinagar: કોરોનાનાં સંક્રમણ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન, કહ્યું BJPનો તમામ કાર્યકર જનતા માટે ખડેપગે

Gandhinagar: કોરોના (Corona)નાં કારણે રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે તે વચ્ચે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપ્યું છે કે રાજ્યની જનતા માટે ભાજપનો કાર્યકર ખડેપગે ઉભેો છે. કોરોનાનાં કારણે દેશ અને દુનિયામાં હાહાકાર છે તે વચ્ચે સમૃદ્ધ દેશોનો મૃત્યુનો આંકડો ધ્રુજી જવાય એવો છે.

| Updated on: Apr 02, 2021 | 1:09 PM

Gandhinagar: કોરોના (Corona)નાં કારણે રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે તે વચ્ચે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપ્યું છે કે રાજ્યની જનતા માટે ભાજપનો કાર્યકર ખડેપગે ઉભેો છે. કોરોનાનાં કારણે દેશ અને દુનિયામાં હાહાકાર છે તે વચ્ચે સમૃદ્ધ દેશોનો મૃત્યુનો આંકડો ધ્રુજી જવાય એવો છે. જો કે ભારતમાં અને ગુજરાતમાં કોરોના પર જીત મેળવવા માટે તંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. લોકડાઉનમાં પણ ભાજપનાં કાર્યકર્તાઓ ઘરે નથી બેઠા. વેકસીન માટે ભાજપ દ્વારા 4500 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને વેકસીનેશન સેન્ટર પર વેક્સિન અપાઈ રહી છે.

આ માટે 23 હેલ્પ ડેસ્ક બનાવાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખે એ  પણ જણાવ્યું કે પેજ કમિટીના સદસ્યો પણ કામમાં લાગ્યા છે વેકસીન માટે. અત્યાર સુધીમાં 57 લાખ 174 લોકો ને ડોઝ આપવામાં આવ્યો છે અને કુલ વસ્તીનાં 17% રસીકરણ થયું છે. વય મર્યાદા પ્રમાણે 82 % રસીકરણ થયુ છે અને કુલ મળીને 61 લાખ લોકોને રસી આપવામાં આવી છે. રવિવારે અમરેલી મહુવાનાં 5000 લોકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે. તંત્ર ને મદદ કરવા ભાજપમાં કાર્યકર્તાઓ પૂરક બનવા સતત ગ્રાઉન્ડ પર છે.

31 જિલ્લાઓમાં અત્યાર સુધી વેકસીનેશનનું કામ થયું છે, જ્યાં જેટલા વેકસીનના જથ્થાની જરૂર છે ત્યાં સમયસર પહોંચે એ માટે નો પ્રયાસ સરકાર કરી રહી છે.ચૂંટણીઓમાં સંક્રમણના થાય એની પૂરતી તકેદારી સાથે પ્રચાર કરવામાં આવશે.અમે જે પણ નિયમો નક્કી કર્યા છે એનું કડક પણે પાલન કરવામાં આવશે.પ્રચારના કારણે સંક્રમણ ના થાય એની પૂરતી કાળજી રાખવામાં આવશે.

 

રાજ્યમાં કોરોના બેકાબૂ બની ચૂક્યો છે અને હવે કોરોનાના રોજેરોજ રેકોર્ડ બ્રેક ઓલટાઇમ હાઇ કેસો નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં સતત એક સપ્તાહથી કોરોનાના ઓલટાઇમ હાઇ કેસ નોંધાયા છે અને અને રાજ્યમાં 2,410 પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 9 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા રાજ્યમાં નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 4,528 પર પહોંચ્યો છે તો 2,015 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 92 હજાર 584ને પાર પહોંચી છે. જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 94.35 ટકાએ પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 12,996 પર પહોંચી છે તો વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 155 થઇ છે. મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 626 કેસ સાથે 3 દર્દીઓના મોત થયા. સુરતમાં 4 દર્દીના મોત સાથે નવા 615 કેસ નોંધાયા તો વડોદરામાં એકના મોત સાથે નવા 363 કેસ નોંધાયા જ્યારે રાજકોટમાં 223 કેસ નોંધાયો જ્યારે ભાવનગરમાં એક દર્દીનું મોત થયું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">