ભાજપમાં જોડાયા ટીએમસીના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી, મમતા બેનર્જીને લાગ્યો મોટો આંચકો

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી યોજાનારી ચુંટણી પૂર્વે ભાજપ અને ટીએમસી વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. જેમાં આ જ ઘટનાક્રમમાં ટીએમસીના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ્વે મંત્રી Dinesh Trivedi  શનિવારે ભાજપમાં જોડાયા છે.

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી યોજાનારી ચુંટણી પૂર્વે ભાજપ અને ટીએમસી વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. જેમાં આ જ ઘટનાક્રમમાં ટીએમસીના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ્વે મંત્રી Dinesh Trivedi  શનિવારે ભાજપમાં જોડાયા છે. તેવો ભાજપના પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જાહેરાત બાદ દિનેશ ત્રિવેદીનું ભાજપમાં જોડાવવું ટીએમસી માટે મોટો આંચકો છે.

મુકુલ રોય, શુભેન્દુ અધિકારી અને Dinesh Trivedi  જેવા અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં આવ્યા બાદ મમતા બેનર્જી માટે ચિંતા વધી છે. જેમાં શુક્રવારે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના 291 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને પોતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આ વખતની ચુંટણીમાં મમતા બેનર્જીને ભાજપમાં જોડાયેલા તેમના પૂર્વ સાથીઓથી જ પડકારનો સામનો કરવો પડશે. ભાજપના આ પડકારનો જવાબ આપવા માટે મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચુંટણી લડવાનોનિર્ણય લીધો છે. આ અગાઉ તે વર્ષ 2011 અને 2016 માં ભવાનીપુરથી ચુંટણી જીત્યા હતા. Dinesh Trivedi એવા નેતા છે જે ટીએમસીની શરૂઆતથી મમતા બેનર્જી સાથે હતા. દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં હિંસા અને ભ્રષ્ટાચારના વાતાવરણમાં તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે તેમજ તે કશું બોલી શકતા નથી. આ સ્થિતિમાં તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.

રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા પછી પણ દિનેશ ત્રિવેદીએ ભાજપમાં જોડાવાની ના પાડી અને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને તેમના જૂના મિત્રો ગણાવ્યા. દિનેશ ત્રિવેદીના રાજીનામા ઉપર ટીએમસીના વરિષ્ઠ નેતા સૌગતા રોયે એમ કહીને હુમલો કર્યો કે તેઓ કોઈ લોકનેતા નથી અને તેમના ગયાથી નવા નેતાને તક મળશે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati