કઠપુતળીનું સાથિયા ગીત રિલીઝ થયું ,ચાહકોને અક્ષય-રકુલપ્રીતની કેમેસ્ટ્રી પસંદ આવી

અક્ષય કુમારની ફિલ્મ કઠપુતળીનું ગીત સાથિયા રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં અક્ષય સાથે રકુલપ્રીતની જોડીને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 7:21 PM

Akshay Kumar Movies: અક્ષય કુમારે (Akshay Kumar) આ વર્ષે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મોથી બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો છે. જે પછી કલાકારો હવે OTT પર પણ કબ્જો કરવા માટે તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ  (Rakulpreet Singh) સાથેની ફિલ્મ કઠપુતળીનું ગીત રિલીઝ થયું છે. આ ગીતે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ગીતમાં બંને રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે રકુલપ્રીત અને અક્ષયની કેમેસ્ટ્રી જોવા માટે જે લોકો રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે પૂર્ણ થઈ ગયો છે. આ ગીતને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.

કઠપુતળી ફિલ્મમાં અક્ષય કુમાર એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. અક્ષય પોલીસની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક પોલીસની છે જે ગુનેગારોને પકડવા માટે દરેક હદ પાર કરવા તૈયાર હોય છે. ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવેલા એક દ્રશ્યમાં અક્ષય એક રૂમમાં ખૂબ જ ગંભીર મૂડમાં જોવા મળે છે. હંમેશની જેમ, અક્ષય ફરી એકવાર તેના રોલને અલગ ટચ આપી રહ્યો છે.

અક્ષય અને રકુલપ્રીતની કેમેસ્ટ્રી જુઓ

સાથે જ સાથિયા ગીતની વાત કરવામાં આવે તો લોકો બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. હંમેશની જેમ જ્યાં અક્ષય એવરગ્રીન જોવા મળે છે. રકુલપ્રીત પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. 3 મિનિટ 42 સેકન્ડના આ ગીતમાં ઘણા શોટ્સ લેવામાં આવ્યા છે. જેમાં ક્યાંક બંને રોમાન્સ કરતા જોવા મળે છે તો ક્યાંક ડાન્સ કરતા જોવા મળે છે.

OTT પર રિલીઝ થશે ‘ કઠપુતળી’

અક્ષય કુમાર અને રકુલપ્રીતની ફિલ્મ કઠપુતળી થિયેટરોમાં નહીં, પરંતુ OTT પ્લેટફોર્મ Disney + Hotstar પર સ્ટ્રીમ થશે. આ પહેલા અક્ષયની કોઈ પણ ફિલ્મ માત્ર OTT પર જ રિલીઝ થઈ નથી. આ ફિલ્મ 2 સપ્ટેમ્બર 2022ના રોજ OTT પર રિલીઝ થશે. તેમજ ફિલ્મની સ્ટોરી કસૌલી શહેરની છે. આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અક્ષયની એક પણ ફિલ્મ કમાલનું પ્રદર્શન કરી શકી નથી. આવી સ્થિતિમાં અભિનેતાની ફિલ્મ OTT પર કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">