Surendranagar : કોરોનાના ગ્રહણ બાદ ઘઉંની ધીમી ખરીદી અને પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોમાં રોષ

ખેડુતો રોજ સવારથી સાંજ સુધી ઘઉં વેચવા ટ્રેક્ટરની લાઇનો લગાવે છે, પરંતુ સાંજ સુધી ખરીદી ધીમી હોવાના લીધે વારો આવતો નથી અને ખેડુતો પરેશાન થાય છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 10, 2021 | 8:06 PM

Surendranagar : સમગ્ર ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) બંધ રહેતા ખેડુતોના ઘઉં પડી રહયા હતા. તેમજ વાવાઝોડાના કારણે પણ સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડુતોને ખાસુ નુકસાન વેંઠવું પડ્યું હતું. જીલ્લામાં નવ તાલુકામાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી પરંતુ ખેડુતોના નમુનાઓમાં ખામીઓ કાઢી અને ધીમી ખરીદી કરતા અને પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લાંબા સમય માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યા બાદ સરકાર દ્રારા ખેડુતોના ઘઉં ટેકાના ભાવે ખરીદી કરવાનુ શરૂ કરતા ખેડુતોમા આનંદ છવાયો હતો. સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણ, લખતર, લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, સાયલા, ચોટીલા, મુળી, પાટડી, માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત થતા ખેડુતોએ જરૂરી નોંધણી કરાવી.

વઢવાણ 1249, લખતર 646, લીંબડી 278, ચુડા 567, ધ્રાગધ્રા 444, સાયલા 177, ચોટીલા 27, મુળી 335, પાટડી 32, થઇ કુલ જીલ્લાના 3755 ખેડુતોએ રૂપીયા 395 ના ટેકાના ભાવે ઘઉં ખરીદ કરવા રજિસ્ટ્રેશન કરાવેલ હતું.

પરંતુ સરકાર દ્વારા વઢવાણ 53, લખતર 73, લીંબડી 46, ચુડા 95, ધ્રાગધ્રા 40, સાયલા 42, ચોટીલા 27, મુળી 41, પાટડી 15 ખેડુતોના ઘઉંની ખરીદી કરી કુલ 3755 રજિસ્ટ્રેશન સામે ફકત 417 ખેડુતોના ઘઉ ખરીદ કર્યા હતા. અને ખેડુતોના ઘઉ ખરીદીમાં તંત્ર દ્વારા ઘીમી ખરીદી અને યેનકેન બાહાના બનાવી નમુના ફેલ કરી અને ખેડુતોને પરેશાન કરતા હોવાનો અને પુરતા ભાવ ન આપતા હોવાનો આક્ષેપ ખેડુતો કરી રહ્યા છે.

સરકારના પુરવઠા તંત્ર દ્વારા ખેડુતો પાસેથી રૂપીયા 395 ના ટેકાના ભાવે ખરીદ કરવા 3755 ખેડુતોની નોંધણી કરી અને ફક્ત 417 ખેડુત પાસેથી 31479 કીવીન્ટલ ઘઉંની ખરીદી કરી રૂપીયા 6.21 લાખ 71 હજાર જેવી રકમ ચુકવવાની હતી. પરંતુ હાલ 201 ખેડુતોને રૂપીયા 3.6 લાખ 68 હજાર ચુકવવામાં આવેલ છે અને હજુ 216 ખેડુતોને 3.15 લાખ જેવી રકમ ચુકવવાની બાકી છે.

ખેડુતો રોજ સવારથી સાંજ સુધી ઘઉં વેચવા ટ્રેક્ટરની લાઇનો લગાવે છે પરંતુ સાંજ સુધી ખરીદી ધીમી હોવાના લીધે વારો આવતો નથી અને ખેડુતો પરેશાન થાય છે. મોંઘા ભાવના બિયારણ અને ઘઉં પકવવા ખેડૂતોએ કરેલી કાળી મહેનત માથે ન પડે તેથી પોષણક્ષમ ભાવ મળે અને ખરીદ પ્રક્રિયા વધુ ઝડપી બને તેવું ખેડૂતો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card, કારણ જાણીને ચોંકી જશો

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">