Jammu બસ સ્ટેન્ડ પરથી વિસ્ફોટક મળી આવ્યા, એક સંદિગ્ધ આતંકીની ધરપકડ

Jammu  કાશ્મીરમાંથી જમ્મુ બસ  સ્ટેન્ડને પરથી વિસ્ફોટકમાં  મળી આવ્યા છે. તેમજ તેની સાથે પોલીસે એક સંદિગ્ધની પણ ધરપકડ કરી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 14, 2021 | 5:39 PM

Jammu  કાશ્મીરમાંથી જમ્મુ બસ  સ્ટેન્ડને પરથી વિસ્ફોટકમાં  મળી આવ્યા છે. તેમજ તેની સાથે પોલીસે એક સંદિગ્ધની પણ ધરપકડ કરી છે. આ અંગે પોલીસે જણાવ્યું કે જમ્મુ બસ સ્ટેન્ડને અડીને આવેલા કેસી ચોકથી આઇઇડી મળી આવ્યા  હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અલ-બદ્ર ના સુહેલ બશીર તરીકે ઓળખાતા આતંકવાદીની પણ  Jammu બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી તેની  ધરપકડ કરવામાં આવી છે. સુહેલ પુલવામાનો  છે.IED ની સમયસર તપાસથી સંભવિત દુર્ઘટના ટળી  હતી કે સામાન્ય રીતે બસ સ્ટેન્ડ પર લોકોની અવર જવર વધારે હોય છે.

જમ્મુ કાશ્મીરના Pulwama માં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાની આજે બીજી વરસી પર જ્યારે દેશ શહીદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યો છે. ત્યારે આતંકીઓ ફરી એકવાર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જે પ્રયાસને સુરક્ષાદળો આજે નાકામ બનાવી દીધો છે.

સુરક્ષાદળોએ Jammu બસ સ્ટેશન પરથી ભારે માત્રામાં વિસ્ફોટક જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી 14 ફેબ્રુઆરીના રોજ મોટા હુમલાના ફિરાકમાં હતા. પરંતુ સુરક્ષા દળોની સતર્કતાને લીધે આ પ્રયાસ નાકામ રહ્યો છે. સુરક્ષ દળોએ બસ સ્ટેશનમાંથી સાત કિલો વિસ્ફોટક જપ્ત કર્યા છે.

Jammu Kashmir માં હાલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. તેમજ બસ સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકીઓએ Pulwama મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. સમગ્ર દેશમાં આ હુમલા બાદ લોકોમાં ભારે રોષ હતો. તેમજ આ જવાનોની શહીદીના બારમાં દિવસે ભારતે પાકિસ્તાનમાં આતંકી કેમ્પ પર હુમલો કરીને આતંકી અને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો હતો. જેના આતંકીઓના બેસ કેમ્પને ભારતે તબાહ કરી નાંખ્યો હતો જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">