Exclusive : કોરોના મહામારી સામે ઝઝૂમતું ગુજરાત, સરકાર પાસે શું છે ઉપાય? તમારા દરેક સવાલના જવાબ જાણો CM RUPANI પાસેથી

તમારા દરેક સવાલના જવાબ જાણો CM RUPANI પાસેથી

| Updated on: Apr 15, 2021 | 1:10 AM

રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં આજે 14 એપ્રિલના રોજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આજે 14 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 7410 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 73 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમજ આવનારા સમયમાં કોરોના નિયંત્રણ માટે ગુજરાત સરકાર પાસે શું રણનીતિ છે અને સરકાર કેવા પગલા લેવા જઈ રહી છે આ અંગેની તમામ માહિતી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) એ TV9 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આપી છે. આવો જાણીએ તમારા મનના પ્રશ્નો અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) ના જવાબો.

1) ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણમાં છે કે નિયંત્રણ બહાર ?

CM RUPANI  એ  કહ્યું કે હાલમાં કોરોનાના કેસો માત્ર ગુજરાતમાં જ નહી, પણ સમગ્ર દેશમાં વધી રહ્યાં છે. એટલે રાજ્યમાં કેસો વધી રહ્યાં છે એ વાત સ્વીકાર્ય છે. પણ અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે, જે જે નવા પડકારો સામે આવતા જાય છે એને આપણે કંટ્રોલ કરી રહ્યાં છીએ. 15 માર્ચ પહેલા 1800 કેસ હતા જે આજે 7500 થયા એ જ રીતે દેશમાં 12,000 કેસો સુધી ઘટ્યા હતા એ આજે વધીને 1 લાખ 90 હજાર સુધી પહોચી ગયા છે.

ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર

કેસ જેમ વધ્યા છે એની વ્યવસ્થાઓ પણ વધારવી પડે અને માટે સરકારે 3T પર ભાર મુક્યો છે – ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ 15મી માર્ચે આપણે 46,300 ટેસ્ટ કરતા હતા, આજે સરકારે વધારીને 1 લાખ 49 હજાર ટેસ્ટીંગ કર્યું છે. એનો મતલબ ત્રણ ગણા ટેસ્ટ વધાર્યા છે. એટલે સ્વાભાવિક છે કે જે કેસો ખૂણે ખાંચરે પડ્યા છે એ બહાર આવે અને ઝડપથી ટ્રીટમેન્ટ થાય જેથી કરીને એ સ્પ્રેડર ન બને. સમયસર ટ્રીટમેન્ટને કારણે મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું છે.

2) હોસ્પિટલ, ઓક્સીજનની અછત છે, સ્મશાનમાં પણ વેઈટીંગ છે, આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરશો?

15 માર્ચે આપણી પાસે 41,800 બેડ હતા, 15 માર્ચથી અત્યાર સુધીમાં 71,000 બેડ ઉભા કર્યા છે, પણ કેસો વધતા બેડ ઘટી રહ્યા છે. આવનારા સમયમાં વધુ 8000 બેડ ઉભા કરવાના છે.અમદાવાદમાં GMDC ના કન્વેન્શન હોલમાં 1400 બેડ ઉભા કરવામાં આવશે. લગભગ 24મી એપ્રિલથી એ હોસ્પિટલ શરૂ થઇ જશે.

સરકારે રેમડેસીવીરનો જાન્યુઆરીમાં 30,000, ફેબ્રુઆરીમાં 45,000, માર્ચમાં 1,84,000 અને એપ્રિલમાં આજ સુધીમાં લગભગ 4 લાખ રેમડેસીવીરનો ઉપયોગ કર્યો, અછત હોવા છતાં સરકારે 4 લાખ જેટલા રેમડેસીવીરનો ઉપયોગ કર્યો છે.

3) રાજ્યમાં અછત હોવા છતાં રાજ્ય બહાર રેમડેસીવીર અને ઓક્સીજન બહાર જાય છે, આનું કારણ શું ?

રાજ્ય પાસે રેમડેસીવીર હતા એમાંથી 1% ઓછો નથી થયો. ગુજરાતના બધા ફાર્માસ્યુટિકલ બહાર જથ્થો વહેંચે, અને એવો કોઈ પ્રતિબંધ નથી કે તેઓ રાજ્ય બહાર નહિ વેંચી શકે. ગુજરાતની આવશ્યકતા મુજબ આપણો જથ્થો સિક્યોર છે, તમામ હોસ્પિટલોમાં રેમડેસીવીર મળતા રહેશે, આ મારી જવાબદારી છે.

4) આજે Tv9એ રેમડેસીવીરનું કાળાબજારનું કૌભાંડ પકડ્યું છે, જયારે રાજ્યમાં દર્દીના સગાઓ રઝળે છે.

4 જગ્યાએ 4 વ્યક્તિ કાળાબજાર કરતા હોય તો એનો અર્થ એ નથી કે બધે કાળાબજાર ચાલે છે. જે આવું કરે છે એને સરકાર પકડે છે. આની સામે હું હિસાબ આપવા તૈયાર છું કે એપ્રિલમાં કઈ હોસ્પિટલમાં ક્યાં દર્દીને સાડા ચાર લાખની આસપાસ રેમડેસીવીર આપ્યા. એક વ્યક્તિને ઓછામાં ઓછા 8 રેમડેસીવીર આપવા પડે, આજે ગુજરાતમાં 70,000 દર્દીઓને રેમડેસીવીર આપ્યા છે.

5)બેડ વધારવા માટે નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરવી પડશે, આપનું શું આયોજન છે?

આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યાં છીએ, આવનારા સમયમાં કેસ ડબલ થાય એની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર વ્યવસ્થા કરી રહી છે, છેલ્લા 20 દિવસમાં 41,000 થી 71,000 બેડ ઉભા કર્યા છે. લોકોને ઝડપથી સારવાર મળે અને બેડ ખાલી થાય એ પ્રોટોકોલ પણ ડોક્ટર્સ જાળવી રહ્યાં છે.

એમ્બ્યુલન્સની લાઈનના ફોટો સામે આવે છે, આપ મને કહો, અમદાવાદની કોવીડ હોસ્પિટલ 2200 બેડથી છાલોછલ ભરેલી હોય છે. અંદર 2200ની સારવાર ચાલી રહી છે એ ધ્યાનમાં લેવામાં નથી આવતું અને બહાર 22 પેશન્ટ રાહ જુએ એ બતાવવામાં આવે છે.

આવા સમયે પ્રાયોરીટી નક્કી કરવી પડે છે કે ઓક્સીજન લેવલ જેનું ઘટે છે એ જ દર્દીને દાખલ કરવા, જેનું ઓક્સીજન લેવલ ઘટતું નથી તેની ઘરે સારવાર કરવી, સીરીયસ પેશન્ટને બેડ તરત મળી જાય એની અમે ચિંતા કરીએ છીએ. ડે ટુ ડે અમે હિસાબ કરીએ છીએ કે નવા કેટલા પેશન્ટ આવ્યા.

6) ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ છે, કડક પગલા ભરાઈ રહ્યાં છે તેનું પરિણામ નથી મળી રહ્યું.

બીજા બધા રાજ્યોમાં પ્રતિબંધોથી કેસ તરત ઘટી ગયા એવું પણ નથી, આવા સમયે રાજ્યોની સરખામણી પણ હું કરવા માંગતો નથી. ગુજતરાતમાં જેટલા મેક્સીમમ પગલા લેવાય એ રાજ્ય સરકારે લીધા છે. પહેલી વખત 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુ – કોરોના કર્ફ્યુ લગાવ્યો છે. માસ્કના નિયમો કડક કરી રહ્યાં છીએ. ધાર્મિક સંપ્રદાયોના તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મુક્યો છે. ઓફિસો 50 ટકા સ્ટાફથી ચલાવવી, શૈક્ષણિક સંસ્થાઓ બધી બંધ કરી દીધી છે. કર્ફ્યું સિવાયના 10 કલાકમાં ગરીબ-મધ્યમ વર્ગનો માણસ, શ્રમિક પેટીયું રળે, આપણે કોરોનાને મ્હાત કરવો છે અને રોજિંદુ જીવન ચાલે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">