Video : કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પણ આ મંત્રીજીને પસંદ છે સાદગી, કિટલી પર કાર્યકરો સાથે ચા પીતા હોવાનો વિડિયો વાયરલ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડો.ભારતી પવારની (Dr. Bharati Pawar, Minister of State for Health and Family Welfare) સાદગી ફરી એકવાર સામે આવી છે.  ભારતી પવાર જન આશીર્વાદ યાત્રાના કારણે મહારાષ્ટ્રમાં છે. મનમાડ નજીક કાલાવન વિસ્તારમાં જતી વખતે તે અચાનક એક જગ્યાએ રોકાઈ ગયા.  

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:45 PM

આજકાલ લોકો તેમના ગામના સરપંચ બને તો પણ ઉડવાનુ શરુ કરી દે છે. તેમની ચાલ ચલગત બદલાઈ જાય છે. વ્યવહાર બદલાઇ જાય છે. પરંતુ અમુક લોકો એવા છે જે રાજકારણમાં આવ્યા પછી પણ રાજાશાહીથી દૂર રહે છે. ઉંચાઈઓને સ્પર્શ કર્યા પછી પણ તેઓ જમીન પર જ રહે છે. તેમની નીતિ અને ઈરાદાઓમાં નામ વધવાથી ફર્ક પડતો નથી સિદ્ધિ અને સફળતા સ્વભાવને બદલતી નથી. આવું જ એક નામ મોદી કેબિનેટમાં નવા બનેલા મંત્રી ડૉ.ભારતી પવારનું છે.

રસ્તા પર કેન્દ્રીય મંત્રીએ પીધી ચા 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડો.ભારતી પવારની (Dr. Bharati Pawar, Minister of State for Health and Family Welfare) સાદગી ફરી એકવાર સામે આવી છે.  ભારતી પવાર જન આશીર્વાદ યાત્રાના કારણે મહારાષ્ટ્રમાં છે. મનમાડ નજીક કાલાવન વિસ્તારમાં જતી વખતે તે અચાનક એક જગ્યાએ રોકાઈ ગયા.

રસ્તાની બાજુમાં આવેલી ચાની દુકાનમાં ગયા અને પોતે ચા પીધી અને બાકીના લોકોને પણ આપી. તે હાથમાં કીટલી પકડીને ચા પી રહ્યા હતા. અહીં તેમને અ યાદ ન રહ્યુ કે તેઓ હવે કેન્દ્રીય મંત્રી છે.

કાર્યાલય બહાર ઉતાર્યા ચપ્પલ, આદિવાસી  મહિલાઓ સાથે કર્યુ નૃત્ય 

ડો.ભારતી પવારને ગયા મહિને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમને પહેલી જ ટર્મમાં કેન્દ્રીય રાજ્યમંત્રી બનવાનો મોકો મળ્યો. પરંતુ સફળતા તેના માથા પર ન ચઢી. મંત્રી બન્યા બાદ તેમની સાદગી ગઇ નહી . જ્યારે તે મંત્રી પદનો ચાર્જ લેવા માટે તેની ઓફિસ પહોંચ્યા ત્યારે તેમણે ઓફિસના દરવાજાની બહાર તેના ચંપલ ઉતાર્યા.

આ બધું જોઈને તેમની ઓફિસનો સ્ટાફ અને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.  તેમને અન્ય એક વીડિયો ચાર-પાંચ દિવસ પહેલા સામે આવ્યો હતો, આ વીડિયોમાં તે પાલઘરની આદિવાસી મહિલાઓ સાથે તેની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોTokyo Olympics : રક્ષા સેવાના ખેલાડીઓને 23 ઑગષ્ટે સન્માનિત કરશે રક્ષામંત્રી, ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા પણ થશે સામેલ

આ પણ વાંચોMALABAR-21: ભારતીય નેવીનાં બે જહાજ શિવાલિક અને કદમત દરિયાઈ સૈન્ય અભ્યાસ માટે પહોચ્યા ગુઆમ, જાણો બંનેની ખાસિયત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">