MONEY9: શું ડેટ ફંડ હંમેશા કમાણી કરી આપે છે?

સુરક્ષા, ગુણવત્તા અને તરલતાના હિસાબે ડેટ ફંડમાં રોકાણ સારુ માનવામાં આવે છે. એ સાચુ છે કે ઇક્વિટી ફંડ્સના મુકાબલે ડેટ ફંડ સુરક્ષિત હોય છે, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે જોખમ મુક્ત નથી.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 24, 2022 | 3:29 PM

MONEY9: સુરક્ષા, ગુણવત્તા અને તરલતાના હિસાબે ડેટ ફંડ (DEBT FUND)માં રોકાણ (INVESTMENT) સારુ માનવામાં આવે છે. એ સાચુ છે કે ઇક્વિટી ફંડ્સના મુકાબલે ડેટ ફંડ સુરક્ષિત હોય છે, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે જોખમ મુક્ત નથી. ઉદાહરણ સાથે જોઇએ તો, સૂરતની શ્રદ્ધા મ્યુચ્યુઅલ ફંડ્સમાં ખાસ કરીને ડેટ ફંડને લઇને ઘણી કન્ફ્યૂઝ રહેતી હતી. ડેટ ફંડ અંગે તેના મનમાં ઘણી પૂર્વ ધારણા હતી. જેમ કે ડેટ ફંડમાં પૈસા લગાવવા જોઇએ કારણ કે તે સૌથી સુરક્ષિત મ્યુચ્યુઅલ ફંડ હોય છે. ડેટ ફંડમાં સામાન્ય રીતે જોખમ નથી હોતું. ડેટ ફંડમાં ક્યારેય નેગેટિવ રિટર્ન નથી મળતું વગેરે.

તેની વિચારસરણી કંઇક આવી જ હોત જો ગયા વર્ષે એપ્રિલમાં ફ્રેંકલિન ટેમ્પલ્ટન ડેટ મ્યુચ્યુઅલ ફંડનું સંકટ બહાર ન આવ્યું હોત. ચિત્ર સ્પષ્ટ કરવા માટે તેણે એક ફાઇનાન્સિયલ પ્લાનર મોહિત સાથે મુલાકાત કરી. મોહિતે જણાવ્યું કે એ વાત સાચી છે કે સુરક્ષા, ગુણવત્તા અને તરલતાના હિસાબે ડેટ ફંડમાં રોકાણ સારુ માનવામાં આવે છે. એ સાચુ છે કે ઇક્વિટી ફંડ્સના મુકાબલે ડેટ ફંડ સુરક્ષિત હોય છે, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે જોખમ મુક્ત નથી. મોહિતે મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે જોડાયેલા ઘણાં મિથકોને દૂર કર્યા. પરંતુ એક વાત મનમાં એ પણ થાય કે,

શું બધા ડેટ મ્યુચ્યુઅલ ફંડ એક જેવા જ હોય છે?

એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે AMFI (એમ્ફી) એ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને 16 અલગ-અલગ કેટેગરીમાં વહેંચ્યા છે. તેમાં ઓવરનાઇટ ફંડ, લિક્વિડ ફંડ, કૉર્પોરેટ બૉન્ડ ફંડ, ક્રેડિટ રિસ્ક ફંડ, લૉંગ ડ્યૂરેશન ફંડ અને બેંકિંગ તેમજ પબ્લિક સેક્ટર ફંડ મુખ્ય છે. કેટલીક સ્કીમ ક્વોલિટી પર ભાર મુકે છે તો કેટલાક રિટર્ન પર. હવે રોકાણકારે નક્કી કરવાનું છે કે તેને શું જોઇએ? સાથે જ રોકાણકારે એ પણ જોવું જોઇએ કે કઇ હદ સુધી તે જોખમ લઇ શકે છે.

શું ડેટ ફંડમાં જોખમ નથી હોતું? 

હકીકતમાં અલગ-અલગ ડેટ ફંડમાં અલગ-અલગ પ્રકારના ક્રેડિટ, ઇન્ટરેસ્ટ રેટ, લિક્વિડિટી અને કોન્સન્ટ્રેશનનું જોખમ હોય છે. ઉદાહરણ તરીકે ક્રેડિટ રિસ્ક ફંડમાં સૌથી વધુ જોખમ હોય છે. જ્યારે ગિલ્ટ ફંડમાં સૌથી ઓછું જોખમ હોય છે. એટલે કોઇપણ ફંડની પસંદગી કરતાં પહેલાં રોકાણકારોએ આ બધા પર વિચાર કરવો જોઇએ.

ચાલો તમને જણાવીએ કે શું મ્યુચ્યુઅલ ફંડ્સને બ્રાન્ડના આધારે પસંદ કરવા જોઇએ? ફક્ત મોટા અને પ્રતિષ્ઠિત નામના આધારે કોઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસા લગાવવા તમને મુશ્કેલીમાં મુકી શકે છે. એટલે રોકાણકારે પ્રતિષ્ઠિત નામના ભરોસે જ ન રહેવું જોઇએ. તેણે ફંડનું છેલ્લું પ્રદર્શન, મેનેજમેન્ટનું વલણ, રિસ્ક પ્રોફાઇલ જેવા અન્ય ફેક્ટરને પણ જોવા જોઇએ.

શું બધા ડેટ ફંડ લૉંગ ટર્મ માટે સારા હોય છે?

ઘણાં લોકો એમ સમજે છે કે બધા ડેટ ફંડ લૉંગ-ટર્મ રોકાણ માટે યોગ્ય ગણાય છે. પરંતુ દરેક કિસ્સામાં આવુ નથી હોતું. ઉદાહરણ તરીકે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ અને શૉર્ટ-ટર્મ ડેટ ફંડમાં શૉર્ટ-ટર્મ રોકાણ લક્ષ્ય જેવા કે છ મહિનાથી લઇને બે વર્ષ સુધી પૈસા લગાવવામાં આવે છે.

શું ડેટ ફંડ ક્યારેય નેગેટિવ રિટર્ન નથી આપતા?

ડેટ ફંડ નેગેટિવ રિટર્ન નથી આપતા એ એક ખોટી માન્યતા છે. જો ફંડની અંડરલેઇંગ, ડેટ સિક્યોરિટીમાં ક્રેડિટ ડિફૉલ્ટ અને ડાઉનગ્રેડ થાય તો ફંડની નેટ એસેટ વેલ્યૂ એટલે કે NAVમાં ઘટાડો થઇ શકે છે. તે સિક્યોરિટીમાં ફંડનું કેટલું એક્સપોઝર છે તેની પર તેનો આધાર રહેતો હોય છે.

નિષ્ણાતનો મત

પ્રૉફિટશિઅન્ટ ઇક્વિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર તેમજ ડાયરેક્ટર મનોજ ડાલમિયાએ કહ્યું કે ટાઇમ હોરાઇઝનના આધારે ડેટ ફંડ ઘણાં પ્રકારના હોય છે. એટલે જો કોઇ તેમાં રોકાણ કરી રહ્યું છે તો તેણે એ જોવું જોઇએ કે તેની પોતાના જોખમ લેવાની ક્ષમતા કે ટાઇમ હોરાઇઝન અનુસાર કયું ફંડ સારુ રહેશે.

મોહિતે જણાવ્યું કે કોઇ ફંડના ભૂતકાળના પ્રદર્શનને જરૂર ધ્યાનમાં રાખવું જોઇએ. પરંતુ પૈસા લગાવવા માટે આ જ એકમાત્ર આધાર ન હોવો જોઇએ. તેનું કારણ એ છે કે આર્થિક પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. એટલે સારુ એ છે કે એવા ફેકટર્સની તપાસ કરવામાં આવે જેનાથી કોઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સફળ થઇ શકે છે.

મોહિતે વિગતવાર શ્રદ્ધાના મનમાં ડેટ ફંડ્સને લઇને ચાલી રહેલા બધા સવાલોનો જવાબ આપ્યો. હવે શ્રદ્ધાને લાગી રહ્યું છે કે તે રોકાણ સંબંધિત નિર્ણય વધુ સારી રીતે લઇ શકે છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">