Dharamshala Flash Floods : ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, હિમાચલ પ્રદેશમાં સર્જાયા તારાજીના દ્રશ્યો

થોડા જ કલાકોમાં ધર્મશાળામાં 300 મિલીમીટર વરસાદ નોંધાયો છે . સિમલામાં પણ ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિકને રોકવામાં આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:58 PM

હિમાચલ પ્રદેશના ધર્મશાળા શહેરના ભાગસૂ નાગમાં વાદળ ફાટવાથી તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી સર્જાઇ. જેના કારણે કેટલાક ઘરો અને હોટલની ઇમારતોને નુક્સાન પહોંચ્યુ છે. શહેરમાં પાણી ઘૂસી જતા પર્યટકો અને સ્થાનિકોના વહાનો પણ પાણીમાં તણાઇ ગયા. ઘટનામાં બે લોકો લાપતા બન્યા છે જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.

ધર્મશાળામાંથી એવા કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં પાણી સાથે લોકોના વહાનો નાળામાં વહેતા જોવા મળ્યા. વાદળ ફાટવાને કારણે માંઝી નદીના સ્તરમાં વધારો થયો છે. લૉકડાઉનમાં છૂટછાટની સાથે જ મોટા પ્રમાણમાં લોકો અહીં ફરવા આવ્યા હતા. અને પૂરને કારણે હવે તેઓ અહીં ફસાઇ ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, થોડા જ કલાકોમાં ધર્મશાળામાં 300 મિલીમીટર વરસાદ નોંધાયો છે . શિમલામાં પણ ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિકને રોકવામાં આવ્યો. હવામાન વિભાગની આગાહી છે કે આગામી ત્રણ દિવસ સુધી ધર્મશાળા, શિમલા સહિત હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં રવિવાર રાતથી જ વરસાદ ચાલુ છે. ગત કેટલાક સમયથી લોકો ગરમીથી ત્રાહીમામ હતા. સોમવારે લોકોને ગરમીથી તો રાહત મળી. પરંતુ અતિ વર્ષાના કારણે કેટલીક જગ્યાઓએ મોટા પ્રમાણમાં નુક્સાન થયુ છે.

આ પણ વાંચો – Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો – સ્વાસ્થ્ય માટે દરરોજ એક મુઠ્ઠી ચણા છે ‘ઘણા’, આ પાંચ ફાયદા જાણીને તમે પણ થઇ જશો અચંબિત

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">