Devbhumi Dwarka : ભાણવડમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, રોડ ઉપર ફરી વળ્યા પાણી

દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka ) જિલ્લામાં પાણીની સમસ્યા છે. ભાણવડમાં (Bhanvad) પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. જાણે નદીના પ્રવાહની જેમ પાણી રોડ ઉપર વહી રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 7:48 AM

દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka )  જિલ્લાના ભાણવડમાં ( Bhanvad) પીવાના પાણીની મુખ્ય પાઈપલાઇનમાં ( water pipeline) ભંગાણ સર્જાયું હતું. જેના કારણે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. એક બાજુ દ્વારકા જિલ્લામાં પીવાના પાણીની અછત રહે છે. ત્યારે લાઈનમાં ભંગાણ  થતા લોકોને પાણીની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

 

 

દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka ) જિલ્લાના મોટા શહેર પૈકીના ભાણવડમાં પાણીની લાઈનમાં ભંગાણને કારણે ગાંધીચોક બજારમાં નદીં જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં પાણીનાં વિતરણ સમયે ભંગાણ પડયું હતું. જેના કારણે મોટી માત્રામાં પીવાનું પાણી મુખ્ય માર્ગો પર વેડફાયું હતું. ભંગાણ પડતાં સ્થાનિક લોકોએ પાલિકાનું ધ્યાન દોર્યું હતું. પાણી માર્ગો પર ફરી વળતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">