Delhi Lockdown Extend: દિલ્હીમાં 7 દિવસ માટે લંબાવાયુ લોકડાઉન, કેજરીવાલે કહ્યું 37% સુધી પહોચી ગયો પોઝીટિવીટી રેટ

Delhi Lockdown Extend: લોકડાઉન થયાના એક અઠવાડિયા પછી પણ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (Delhi)માં કોરોનાવાયરસની ગતિ અટકી નથી અને પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એક સપ્તાહ માટે રાજધાનીમાં લોકડાઉનમાં વધારો કર્યો

| Updated on: Apr 25, 2021 | 1:19 PM

Delhi Lockdown Extend: લોકડાઉન થયાના એક અઠવાડિયા પછી પણ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (Delhi)માં કોરોનાવાયરસની ગતિ અટકી નથી અને પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એક સપ્તાહ માટે રાજધાનીમાં લોકડાઉન (Lock Down)માં વધારો કર્યો છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં લોકડાઉનનો સમયગાળો ફરીથી આવતા સોમવાર સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

વધતા કોરોના કેસો વચ્ચે, દિલ્હી સરકારે 19 એપ્રિલના રોજ દિલ્હીમાં એક અઠવાડિયા લાંબી લોકડાઉનની જાહેરાત કરી હતી. જે હવે વધારીને આગામી સોમવારે એટલે કે 3 મે સુધી કરવામાં આવી છે. કેજરીવાલે લોકડાઉન સમયગાળો વધારતા કહ્યું કે દિલ્હીમાં કોરોના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, લોકડાઉન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, તેની અવધિ એક અઠવાડિયા માટે લંબાવાઈ રહી છે.

દિલ્હીમાં 700 ટન ઓક્સિજનની જરૂરત

તે જ સમયે, ઓક્સિજનના સંચાલન અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ઓક્સિજનના સંચાલન માટે એક પોર્ટલ બનાવ્યું છે. નિર્માતાથી લઈને હોસ્પિટલ સુધીના દરેકને દર બે કલાકે તેમની ઓક્સિજનની સ્થિતિની જાણ કરવી પડશે.

કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઘણો ટેકો છે. કેન્દ્ર અને દિલ્હી સરકાર સાથે મળીને કામ કરી રહી છે. દિલ્હીને 700 ટન ઓક્સિજનની જરૂર છે અને કેન્દ્ર સરકાર તરફથી 480 ટન ઓક્સિજન ફાળવ્યું છે અને ગઈકાલે કેન્દ્ર સરકારે 10 ટન ઓક્સિજન અને વધારે ફાળવ્યો છે. હવે દિલ્હીમાં 490 ટન ઓક્સિજન ફાળવવામાં આવ્યો છે પરંતુ આ સંપૂર્ણ ફાળવણી પણ હજી સુધી દિલ્હી પહોંચી નથી. કેજરીવાલે કહ્યું કે ગઈકાલે 330-335 ટન ઓક્સિજન દિલ્હી પહોંચ્યો છે.

દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું કે લોકડાઉન દરમિયાન અમે જોયું કે પોઝિટિવિટી રેટ લગભગ 36-37 ટકા સુધી પહોંચી ગયો છે. અમે આજદિન સુધી દિલ્હીમાં આવા ઇન્ફેક્શન રેટને જોયો નથી. છેલ્લા એક કે બે દિવસથી ચેપ દરમાં થોડો ઘટાડો થયો છે અને આજે તે 30 ટકા પર આવી ગયો છે.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">