Dandi March: ગાંધીજીનાં માર્ગે PM MODI, 1930માં કઢાયેલી દાંડીયાત્રાનાં માર્ગે જ આજે દાંડીયાત્રાને આપશે લીલીઝંડી, 81 અનુયાયી જોડાશે માર્ચમાં

DandiMarch : આજે PM મોદી અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે. તેમનું આગમન 11 કલાકે ગાંધી આશ્રમ ખાતે થશે. વડાપ્રધાન બે કલાક સુધી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. આ અગાઉ પીએમ મોદી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે

| Updated on: Mar 12, 2021 | 7:45 AM

DandiMarch: આજે PM મોદી અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે. તેમનું આગમન 11 કલાકે ગાંધી આશ્રમ ખાતે થશે. વડાપ્રધાન બે કલાક સુધી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. આ અગાઉ પીએમ મોદી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને સીધા ગાંધી આશ્રમ માટે રવાના થશે. જોકે પીએમ મોદીના આગમન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને શહેર પોલીસ તથા SPG દ્વારા એરપોર્ટથી ડફનાળા, નારણઘાટ, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ સુધી રિહર્સલ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સાથે જ આશ્રમની આસપાસ આવેલી સોસાયટી અને ગલીઓની બહાર પણ પોલીસ-બંદોબસ્ત તૈનાત કરાયો છે.

આ તરફ ગાંધી આશ્રમમાં પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઇ છેઅને આશ્રમમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. ગાંધી આશ્રમમાં બહારથી આવનારા મુલાકાતીઓને ચેકિંગ કરી પ્રવેશ અપાશે તો આશ્રમના બંને ગેટ પર પોલીસ કાફલો તૈનાત કરાયો છે સાથે જ સભા સ્થળ પર પણ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે.

આજની દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ જ માર્ગ પર દાંડીયાત્રા આગળ વધશે તો સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના ‘અક્ષર ઘાટ’ નજીક એક ખાસ કાર્યક્રમ યોજાશે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">