Cyclone Tauktae Update: વેરાવળથી 920 કિમિ દુર વાવાઝોડુ બન્યુ વધારે મજબૂત, જાણો ક્યાં શું અસર અને શું કરવું અને ન કરવું તેની માહિતિ

Cyclone Tauktae Update:ગુજરાત પર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે.

| Updated on: May 15, 2021 | 12:48 PM

Cyclone Tauktae Update:ગુજરાત પર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 920 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે.

વોવઝોડાનાં પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 15 અને 16 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 15 અને 16 મેએ લક્ષદ્વીપ ટાપુ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગોવામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતમાં આ વાવાઝોડાની અસરથી 17, 18 અને 19 મેના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ રહી શકે છે અને આવા સમયે શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે માહિતિ તંત્ર દ્વારા આપવાની શરૂઆત કરી દેવાઈ છે.

પોરબંદરમાં શું છે સ્થિતિ? 
તૌકતે વાવાઝોડાને પગલે છાયા નગરપાલિકા એલર્ટ
સંભવિત વાવાઝોડાને લઈ પાલિકાની આગોતરી તૈયારી
નીચાણવાળા વિસ્તારના સ્થાનિકોનુ સ્થળાંતર કરાશે
શહેરની 17 સ્કૂલોમાં સુરક્ષિત ખસેડાશે લોકોને
સ્થળાંતર માટે પાલિકાની 17 ટીમો લાગી કામે
પાલિકાના તમામ વાહનો માકફતે આજે સ્થળાંતરની કામગીરી હાથ ધરાશે
17 સ્કૂલોમાં અંદાજે 1500થી વધુ લોકોની સ્થળાંતર કરવામાં આવશે
પોરબંદર જિલ્લાના તમામ સરકારી વિભાગના કર્મચારીઓ અધિકારીઓની રજાઓ રદ
આજે સાંજ સુધીમાં N.D.R.F ની બે ટીમો પોરબંદર પહોંચશે
તમામ અધિકારીઓ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના
માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના

નવસારીમાં કેવી છે સ્થિતિ? 
નવસારી જિલ્લા તંત્ર તૌકતે વાવાઝોડાની શક્યતાને પગલે એલર્ટ
જિલ્લાના દરિયા કાંઠાના 16 ગામોને એલર્ટ કરાયા
જલાલપોર તાલુકાના 14 અને ગણદેવી તાલુકાના 2 ગામોને એલર્ટ કરાયા
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવાઈ
તમામ ગામોના તલાટીઓને ગામ ન છોડવાની સૂચના

ક્યા કયા નંબરનું સિગ્નલ 
સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠા પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
જામનગર બેડી, નવાબંદર, રોઝી, સિક્કા બંદર પર 2 નંબરનું સિગ્નલ
દેવભૂમિદ્વારકાના ઓખા, લાંબા, સલાયા બંદર પર બે નંબરનું સિગ્નલ
પોરબંદરના દરિયાકાંઠે બે નંબરનું સિગ્નલ લગાવાયું
વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

NDRF સજ્જ 
2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર
2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર
2 ટીમ દેવભૂમિદ્વારકા, 2 ટીમ જામનગર
2 ટીમ રાજકોટ, 2 ટીમ કચ્છ

વાવાઝોડા પહેલાં શું કરવું ?
રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો
સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો
રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો
સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો
ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો
માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી
અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું
આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો
વહીવટી તંત્ર દ્વારા નક્કી કરેલા આશ્રય સ્થાનો જોઈ લો
સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો
અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો, મોબાઈલ ચાર્જ કરી રાખો

વાવાઝોડા દરમિયાન શું કરવું?
જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો
રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો
બહાર નીકળવાનું સાહસ કરવું નહીં
રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી
વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરો
વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી
ખોટી જાણકારીવાળી માહિતી અથવા અફવા ફેલાવતી અટકાવો

વાવાઝોડા પછી શું કરશો ?
બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસની મદદ લેવી
મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા સરકારી અધિકારીઓની મદદ લેવી
અસરગ્રસ્તોની મદદ કરવી
અસરગ્રસ્તોને સલામત સ્થળે લઈ જવા
જરૂર પડે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી
હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">