Cyclone Tauktae Update Gujarat: વાવાઝોડાનાં પગલે ગુજરાતનાં ખેડૂતોને મોટુ નુક્શાન, અત્યાર સુધીમાં 13નાં મોત, સર્વેની કામગીરી તરત શરૂ કરાશે: CM રૂપાણી

Cyclone Tauktae Update Gujarat: ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

| Updated on: May 19, 2021 | 8:38 AM

Cyclone Tauktae Update Gujarat: ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

ગુજરાતને ઘમરોળનાર ‘તાઉ તે’ વાવાઝોડું બુધવારની સવારે ગુજરાતમાંથી નીકળી રાજસ્થાનમાં પ્રવેશ કરી લેશે, પરંતુ આ વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ તારાજી, પાણી અને વિનાશના દ્રશ્યો જોવા મળ્યા ત્યારે વાવાઝોડાના કારણે અકસ્માતે કુલ 13 લોકોના મૃત્યુ થયા હોવાનું CM રૂપાણીએ જણાવ્યું.

CM રૂપાણીએ વાવાઝોડાના લેન્ડફોલ બાદ અત્યાર સુધીની પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું કે, વાવાઝોડાના કારણે રાજ્યભરમાં 5,951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. આ તમામ જગ્યાઓએ બુધવાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે. CM રૂપાણીએ, આગામી બે દિવસમાં સામાન્ય જનજીવન રાબેતા મુજબ થઇ જશે તેવો વિશ્વાસ પણ આપ્યો.

CM રૂપાણીએ ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે, ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઇ છે જ્યાં પશુઓના મોત થયા છે, તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. CM રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું.

સીએમની મોટી વાતો

સ્થિતિ અંકુશમાં, આવતીકાલ સવારથી લગભગ સ્થિતિ પૂર્વવત થશે
વાવાઝોડું અમદાવાદ જીલ્લામાંથી મહેસાણા તરફ ગયું
મોટી દુર્ઘટના કે વધુ જાનહાની થતી રોકી શક્યા
વાવાઝોડાથી નહિવત મૃત્યુ છે. આકસ્મિક 13 મોત થયા
5,951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો
2,101 ગામમાં વીજ પૂરવઠો પુનઃ કાર્યરત કરાયો
4,200થી વધુ લોકો 900 ટુકડીમાં જોડાયા છે
આવતીકાલ રાત સુધીમાં વીજ પુરવઠો યથાવત થાય તેનું પ્લાનિંગ
425 પૈકી 122 કોવીડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો
83 હોસ્પિટલમાં પુરવઠો ફરી શરૂ કરાયો, 39 હોસ્પિટલમાં કામ શરૂ
674 રસ્તાં બંધ થયા હતા જેમાંથી 562 રસ્તાઓ શરૂ કરાયા
112 રસ્તાઓ બંધ છે, જેને શરૂ કરવા ટીમ કામે લાગી
46 તાલુકામાં 4 ઈંચ આસપાસ વરસાદ વરસ્યો
રાજ્યના 6 તાલુકામાં 8થી 10 ઈંચ વરસાદ થયો
12 તાલુકામાં 6થી 7 ઈંચ વરસાદ ખાબક્યો
1 ઈંચથી વધુ વરસાદ હોય તેવા 96 તાલુકા
આગામી બે દિવસમાં સમગ્ર તંત્ર પુનઃ કાર્યરત થશે
સુરત, રાજકોટ, જામનગરની સફાઈકર્મીની ટીમ ભાવનગર, અમરેલી મોકલાઈ
————————-
રાજ્યમાં 3 પ્રકારનાં નુક્સાન

1- ઉનાળું પાક અને બાગાયતી પાકને નુકસાન થયું
2- કાચા મકાન અને ઝૂંપડાને નુકસાન થયું
3- પશુના મોતની છુટક ઘટનાઓ બની, પશુપાલકોને સહાય ચૂકવાશે
સર્વેના આધારે સરકાર સહાયતા ચૂકવશે
સરકારી નિયમ મુજબ નિર્ણય કરીને સહાય કરાશે
માછીમારોના નુક્સાનનો સર્વે કરાશે
રાજ્ય સરકાર સતત વડાપ્રધાનના સંપર્કમાં
નુક્સાન થયું છે તે તમામ વિસ્તારોમાં સીએમ અને મંત્રીઓ મુલાકાત લેશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">