Cyclone Tauktae : વાવાઝોડાને પગલે અમદાવાદમાં NDRFની બે ટીમ સ્ટેન્ડ બાય ઉપર, તંત્ર સજ્જ

Cyclone Tauktae : અરબી સમુદ્રમા ઉદભવેલા તાઉ તે વાવાઝોડુ 17 મીને રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ હતું. હાલ તે અમદાવાદ તરફ આવી રહ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 18, 2021 | 3:00 PM

Cyclone Tauktae : અરબી સમુદ્રમા ઉદભવેલા તાઉ તે વાવાઝોડુ 17 મીને રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ હતું. હાલ તે અમદાવાદ તરફ આવી રહ્યું છે. અમદાવાદમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરે લોકોને બપોર બાદ બહાર ના નીકળવા અપીલ કરી છે. તેમજ વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખ્યું છે. આ ઉપરાંત સાબરમતી નદીના વાસણા બેરેજના બે દરવાજા પણ ખોલી નાંખવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસર વર્તાશે.જેમાં અમદાવાદ શહેરમાં પણ 20 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બે ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ગરમીના પારામાં 4 થી 10 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

ફાયર વિભાગનો એક કંન્ટ્રોલ રુમ, અને એક મુખ્ય કંન્ટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યા છે. 8 બોટ 5 રેસ્ક્યુ વ્હિકલ અને 1 એર બોટ તૈયાર કરવામાં આવી છે. વાવાઝોડા ના પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય ઉપર છે. NDRF ની 2 ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.

સાણંદ, બાવળા, ધોળકા, વિરમગામની પરિસ્થિતિ પર રાખવામાં આવી રહી છે વોચ. આ માટે 07927560511 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો વાવાઝોડાને પગલે AMC દ્વારા ટેમ્પરરી કંન્ટ્રોલ રુમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમા કુલ 16 કંન્ટ્રોલ રુમ તૈયાર કરાયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">