Cyclone Tauktae : રાત્રે 8 વાગ્યા બાદ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે, હાલ ચક્રવાત દિવથી 220 કિ.મી. દુર, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Cyclone Tauktae : ‘તાઉ તે’ વાવાઝોડું દિવથી 220 કિલોમીટર દૂર છે. દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે. આ વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

| Updated on: May 17, 2021 | 1:22 PM

Cyclone Tauktae : ‘તાઉ તે’ વાવાઝોડું દિવથી 220 કિલોમીટર દૂર છે. દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે. આ વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડા સમયે 160 થી લઈને 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને નવસારીના દરિયાકાંઠે વધુ અસર થશે. આ વાવાઝોડાને પગલે 18મેએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, પાટણમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા શું કહેવામાં આવ્યું છે. જુઓ વીડિયોમાં.

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમ લી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉ-તે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે ૧૦.૩૦ કલાકે દીવથી ૧૯૦ કિ.મી. દૂર સ્થિત છે. તાઉ-તે સ્ટ્રોમ ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં ૧૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ સાયક્લોન આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના ૧૦.૦૦ થી ૧૧.૦૦ કલાક દરમિયાન પ્રવેશ કરશે. તથા ૧૫૫થી ૧૮૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક સુધી રહી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ ૧૫૦થી ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક રહેવાની શકયતા છે.

 

160થી 185 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના
ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડું દિવથી 220 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. આ સાથે આજે રાતે 8થી 11 વાગ્યા વચ્ચે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે. 155થી 165 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે વાવઝોડું ફૂંકાશે.

વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ
વાવાઝોડાની અસર હવે દરિયાકાંઠે ઉંચળતા મોજા રૂપે જોવા મળી રહી છે. વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર મોજા ઉછળી રહ્યા છે. ઉપરાંત જાફરાબાદ,શિયાલબેટ,પીપાવાવ, સરકેશ્વર,ધારબંદર વિસ્તારમાં અતિભારે પવન શરૂ થયો છે. ધીમીધારે વરસાદનું પણ દરિયાકાંઠે આગમન જોવા મળી રહ્યું છે. સાથે તંત્ર દ્વારા 4 નંબરનું સિગ્નલ હટાવી આજે સીધું જ 10 નંબર સિંગલ લગાવી દેવાયું છે અને એલર્ટ જાહેર કરી દેવાયું છે. દરિયાકાંઠે લોકોને નહીં જવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">