Cyclone Tauktae: સૌરાષ્ટ્રમાં NDRFની 15 ટીમ તૈનાત, વિવિધ જગ્યા પર રહેશે તૈનાત

Cyclone Tauktae: તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે

Charmi Katira
| Edited By: | Updated on: May 15, 2021 | 11:11 AM

Cyclone Tauktae: તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ બંદરો પર વિવિધ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ તૌક્તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

NDRFની 2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર, 2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર,2 ટીમ દેવભૂમિ દ્રારકા, 2 ટીમ જામનગર, 2 ટીમ રાજકોટ અને 2 ટીમ કચ્છ પહોંચશે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

અરબી સમુદ્રમાં સર્જાય રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 1 લગાવાયુ હતું. જ્યાં આજે 2 નંબરનુ સિગ્નલ લગાવાયુ છે. પોરબંદર જિલ્લાના તમામ સરકારી વિભાગના કર્મચારીઓ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. જામનગર બેડી, નવાબંદર, રોઝી, સિકકા બંદર પર 2 નંબરનુ સિગ્નલ લગાવામાં આવ્યું છે. દેવભૂમિદ્વારકાના ઓખા, લાંબા, સલાયા બંદર પર બે નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદર તૌકતે વાવાઝોડાને પગલે છાયા નગરપાલિકા એલર્ટ થઇ છે. સંભવિત વાવાઝોડા ને લઈ છાયા પાલિકાની આગોતરી તૈયારી કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">