Covid 19: કોરોના સામેની લડાઈમાં તામિલનાડુને MEILની મોટી મદદ, 72 કલાકમાં ઉભા કરી નાખ્યા 500 બેડ

Covid 19: કોરોના પીડિત લોકોની જીંદગી બચાવવા માટે અને તેમના ઈલાજ માટે મહત્વનાં પગલા લઈ રહી છે. આ બિમારી સામે લડવા દેશને મદદ કરવા જનતાની મદદમાં આવી છે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL)

| Updated on: May 27, 2021 | 4:19 PM

Covid 19: સમગ્ર દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને આવા સમયમાં અનેક લોકોની હાલત ઘણી ખરાબ છે. કોરોના વાયરસની ઝપટમાં અનેક લોકો આવી ગયા છે, ઘણાં લોકોએ પોતાની જીંદગી પણ ગુમાવી છે. રાજ્ય સરકાર આવામાં કોરોના પીડિત લોકોની જીંદગી બચાવવા માટે અને તેમના ઈલાજ માટે મહત્વનાં પગલા લઈ રહી છે. આ બિમારી સામે લડવા દેશને મદદ કરવા જનતાની મદદમાં આવી છે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL)

દુનિયાનાં 20 દેશમાં MEIL પોતાનો કારભાર ફેલાવી ચુક્યું છે. હૈદરાબાદ સ્થિત MEIL માત્ર તેલંગણા, આંધ્રપ્રદેશમાં જ નહી પરંતુ તામિલનાડુમાં પણ કોરોનાની સામે લડવા રાજ્ય સરકારને મદદ કરી રહી છે. કંપની તામિલનાડુમાં 3000 કરતા પણ વધારે મેડિકલ બેડની વ્યવસ્થા કરી રહી છે. અત્યાર સુધીમાં 660 બેડ લગાડી દેવામાં આવ્યા છે. તમિલનાડુનાં મુખ્ય શહેર ચેન્નાઈ, મદુરાઈ સિવાય અલગ અલગ ક્ષેત્રમાં કંપની ઓક્સિજન સુવિધાની સાથે હોસ્પિટલોનું પણ નિર્માણ કરી રહી છે.

કંપનીએ માત્ર 72 કલાકમાં મદુરાઈમાં 500 સ્કેલબલ ઓક્સિજન યુક્ત બેડની વ્યવસ્થા કરી નાખી. તામિલનાડુમાં કોરોના પીડિત લોકો માટે બની રહેલી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા ફ્રીમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ કામમાં તામિલનાડુ સરકાર સિવાય ક્રેડાય અને જિ. રિયલ્ટર્સ જેવી કંપનીઓ સામેલ છે. તામિલનાડુનાં મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલિન આ મહત્વપૂર્ણ કાર્યક્રમની દેખરેખ રાખી રહ્યા છે.

ચેન્નાઈમાં 1070 ઓક્સિજન બેડ લગાડવામાં આવ્યા

MEIL તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં અલગ અલગ હોસ્પિટલમાં આશરે 1070 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી રહી છે. એના માટે જરૂરી તમામ કામ ઝડપથી ચાલી રહ્યા છે. એ સિવાય ઈરોડ જિલ્લામાં 200, વેલ્લુરૂ, અંટૂરૂ, નટ્ટારંવલ્લી, મેલિશ્વરં, અયપ્પાકમ, શોલિંગાર, વનિયંટાડી. વલ્લઝ જેવા ક્ષેત્રોમાં પણ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.MEILએ અત્યાર સુધીમાં 600 કરતા વધારે ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી છે. આવનારા દિવસમાં કંપનીએ આવા 3000 કરતા વધારે બેડ તૈયાર કરીને તામિલનાડુનાં અલગ અલગ વિસ્તારમાં વિતરણ કરવાની યોજના બનાવી છે.

MEIL સાથે ક્રેડાય, જિ.રિયલ્ટર્સ

સમય પર ઓક્સિજન મળવાને લઈ અનેક લોકોની જીંદગી બચી શકે છે. ઓક્સિજન બેડ લગાડવાનાં કાર્યક્રમમાં MEIL સાથે ક્રેડાય અને જિ.રિયલ્ટર્સ કંપની પણ આગળ આવી છે. ત્રણેય કંપનીએ મળીને મદુરાઈનાં સરકારી હોસ્પિટલ પાસે 72 કલાકમાં 200 ઓક્સિજન બેડનો સેટઅપ ઉભો કરી નાખ્યો. 21 મેનાં રોજ તામિલનાડુનાં મુખ્યપ્રધાન સ્ટાલિન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ સિવાય 300 બેડને ઉપયોગમાં લાવવા માટે પણ કામ કરાઈ રહ્યું છે. આ હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે. MEIL અને જિ.રિયલ્ટર્સ દ્વારા ચેન્નાઈ નગર સરકારી હોસ્પિટલમાં 100 અને ઓમાંડૂર સરકારી હોસ્પિટલમાં 100 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી.

કોરોના સામે લડતા લોકોને હાલમાં ઓક્સિજનની ખાસ જરૂર છે અને તેને દુર કરવા માટે MEIL ઘણી મહેનત કરી રહી છે. આ કામમાં મેનેજમેન્ટની સાથે કંરપનીનાં કર્મચારીઓ પણ દિવસ રાત પોતાનું જોર લગાડી રહ્યા છે. MEILનાં ડાયરેક્ટર બી શ્રીનિવાસ રેડ્ડીનાં જણાવ્યા પ્રમાણે, દેશ હાલમાં કોરોના સંક્રમણમાં ફસાયેલો છે. દેશનાં લોકોની જીંદગીની રક્ષા કરવી આપણી જવાબદારી છે. આ જવાબદારીને પુરી કરવા માટે MEIL તમામ પ્રકારનાં પગલા ઉઠાવશે. MEILનાં મેનેજીંગ ડિરેક્ટર કૃષ્ણા રેડ્ડી પણ આ આખા કામની દેખરેખ રાખી રહ્યા છે.

71 કલાકમાં હોસ્પિટલ ઉભી કરવી સરળ કામ નથી- ક્રેડાય

ક્રેડાયનાં તમિલનાડુ ખાતેનાં અધ્યક્ષે જણાવ્યું કે સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળ MEIL, લાઈફ સ્ટાઈલ, ઓલંપિયા, ટી.એસ. ઈસ્પાત પ્રાઈવેટ લિમિટેડ, તિરૂપૂર એક્સપોર્ટ એસોસિએશન જેવી કંપનીઓનાં સહયોગથી તામિલનાડુની જનતાનો વિના મૂલ્યે ઈલાજ માટે ઓક્સિજન બેડ સાથે હોસ્પિટલ બનાવી રહી છે.

જિ.રિયલ્ટર્સનાં પ્રમોટર બાલાનાં જણાવ્યા પ્રમાણે MEIL સાથે મળીને આ કોરોના સંકટમાં તમિલનાડુ સરકારનાં સહયોગ માટે કામ કરવાનો અમને ગર્વ છે. લોકોની જીંદગી બચાવવા તેમજ તેમને સારા ઉપચાર મળી રહે તે માટે સમગ્ર જિલ્લામાં હોસ્પિટલ બનાવવાનાં કામમાં સરકારને મદદ કરવા માટે અમે તૈયાર છે.

કોરોના પીડિતોની સંભાળની જવાબદારી અમારી- બી શ્રીનિવાસ રેડ્ડી

નિર્માણનાં ક્ષેત્રમાં દુનિયાભરમાં MEIL પોતાનું નામ બનાવી ચુકી છે. MEILએ કોવિડ 19ની કપરી ઘડીમાં લોકોની મદદ માટેની જવાબદારી પોતાના પર લીધી છે. તામિલનાડુનાં મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિનનાં આદેશ પ્રમાણે MEIL રાજ્યમાં 3000 કરતા વધારે ઓકિસજન બેડની વ્યવસ્થા કરવા માટે આગળ આવી. તેણે 72 કલાકમાં ઓક્સિજન બેડ વાળી હોસ્પિટલ બનાવીને સોંપી દીધી

પ્રેશર સ્વિંગ એબસોર્પશન(PSA) ટેકનિક પર આધારિત 200 ઓક્સિજન પ્લાન્ટનાં નિર્માણનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેને ઝડપથી ઉપયોગમાં પણ લેવામાં આવશે. MEIL સાથે આ મહત્વપૂર્ણ કામમાં DRDO, પેટ્રોલિયમ મંત્રાલય પણ પુરો સહકાર આપી રહ્યું છે. કંપની તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશાનાં સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓક્સિજન પ્રોવાઈડ કરાવી રહી છે.

આજ પ્રકારે ઓક્સિજનની અછતને પુરી કરવા માટે ક્રાયોજેનિક ટેન્કરની વ્યવસ્થા કરી રહી છે. આ ટેન્કરને બનાવવામાં 3 મહિના જાય છે. જો કે હવે ભારતીય ટેકનિકનો ઉપયોગ કરતા DRDOની મદદથી MEIL તેને માત્ર એક મહિનામાં બનાવી રહી છે. MEIL દ્વારા બેંકોકથી 11 ક્રોયોજેનિક ટેન્કર આયાત કરવાનો નિર્ણય લીધો છે. વાયુસેનાની મદદથી અત્યાર સુધીમાં 3 ક્રાયોજેનિક ટેન્કર આયાત કરીને વિનામૂલ્યે તેને તેલંગાણા સરકારને આપી દેવામાં આવ્યું છે.

 

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">