Godhara: મોતના આંકડામાં તફાવત! દરરોજ 6 થી વધુ મૃતદેહોની કોવિડ ગાઈડલાઈનથી થાય છે અંતિમવિધિ

ગોધરામાં કોરોનાના કેસોની સાથે મોતની સંખ્યા વધી રહી છે. જોકે સરકારી ચોપડે નોંધાયેલી મોતની સંખ્યા અને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે થતી અંતિમવિધીમાં મોટો તફાવત જોવા મળે છે.

  • TV9 Webdesk13
  • Published On - 11:49 AM, 29 Apr 2021

ગોધરામાં કોરોનાના કેસોની સાથે મોતની સંખ્યા વધી રહી છે. જોકે સરકારી ચોપડે નોંધાયેલી મોતની સંખ્યા અને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે થતી અંતિમવિધીમાં મોટો તફાવત જોવા મળે છે. પંચમહાલ જિલ્લામાં સરકારી આંક પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં 2 દર્દીના જ મોત થયા છે, જોકે ગોધરા સ્મશાનગૃહમાં એક જ સમયે 6 જેટલા દર્દીના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન પ્રમાણે થતા જોવા મળ્યા હતા. અહીં દરરોજ 6 થી વધારે અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડલાઈન પ્રમાણે થાય છે.

 

આ પણ વાંચો: Ahmedabad: 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનુ થશે રસીકરણ, રજીસ્ટ્રેશન માટે અમદાવાદમાં શરૂ કરાયા સેન્ટર