લદ્દાખમાં ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે આજે INDIA અને CHINA વચ્ચે કોર્પ્સ કમાન્ડરની બેઠક

લદ્દાખમાં ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે આજે ભારત (INDIA) અને ચીન (CHINA) વચ્ચે કોર્પ્સ કમાન્ડરની બેઠક થઈ રહી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 12:25 PM

લદ્દાખમાં ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે આજે ભારત (INDIA) અને ચીન (CHINA) વચ્ચે કોર્પ્સ  કમાન્ડરની બેઠક થઈ રહી છે. ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બેઠક પૂર્વી લદ્દાખમાં ચૂશુલ સેક્ટરની સામેના મોલ્ડમાં મળશે.

નોંધનીય છે કે, બંને દેશોની સેના વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે, જેને લઈને આઠ વખત વાટાઘાટો કરવામાં આવી ચૂકી છે. આમ છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે છેલ્લે 6 નવેમ્બરના રોજ વાતચીત માટે ચૂશુલમાં મળ્યા હતા. અઢી મહિના પછી મળેલી આ બેઠકમાં કોઈ સમાધાન થવાના આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">